ગેંગરેપ બાદ મહિલાના વાળ કાપ્યા, ચંપલની માળા પહેરાવીને ફરાવી, બાદમાં અરવિંદ કેજરીવાલે આપ્યા આ આદેશ
આપણા દેશમાં નારીને ઘણું માન સન્માન આપવામાં આવે છે જયારે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં નારી પર એવો ત્રાસ આપવામાં આવે છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા ત્યારે રાજધાની દિલ્હીમાંથી એક હચમચાવી દે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી વિવેક વિહારમાં એક મહિલાના વાળ કાપીને તેના મોઢા પર ચંપલનો હાળ પહેરાવીને શેરીઓમાં ફેરવવામાં આવી હતી. મહિલાની નાની બહેનની ફરિયાદ બાદ પહોંચેલી પોલીસે તેને બચાવી લીધી હતી. પોલીસે આ મામલે ગેંગરેપનો કેસ નોંધીને ચાર મહિલાઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોની આ પીડિત મહિલા સાથે જૂની કંકાસ (દુશ્મની) હતી, આજ કારણે આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ પીડિત મહિલા પરિણીત હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને તેને એક બાળક પણ છે. પીડિતાની બહેનના કહેવા પ્રમાણે, મહિલાના ઘરની પાછળ પડોશમાં રહેતો એક છોકરો ઘણીવાર તેની સાથે વાત કરવા માંગતો હતો. અને આ છોકરાએ 12 નવેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. જયારે આ છોકરાના પરિવારજનોને લાગતું હતું કે આ આત્મહત્યાનું કારણ મહિલા છે
દિલ્હીમાં બનેલી આ શરમજનક ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આ ખૂબ જ શરમજનક બાબત છે, ગુનેગારોની આટલી હિંમત કેવી રીતે થઇ ગઈ? કેન્દ્રીય ગૃહમંત્રી અને ઉપરાજ્યપાલને હું વિનંતી કરું છું કે તેઓ પોલીસને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપે, કાયદા અને વ્યવસ્થા પર ધ્યાન આપે. દિલ્હીવાસીઓ આવા જઘન્ય અપરાધ અને ગુનેગારોને કોઈપણ કિંમતે સહન નહીં કરે.
પોલીસ આ સમગ્ર મામલે બધી તરફથી તપાસ કરી રહી છે. મહિલા ત્યાં ભાડાના મકાનમાં રહેતી હતી. કાકાનો આરોપ છે કે તેને ચાકુ લગાવ્યું અને તેની ભત્રીજી પાસે લઈ ગયા. બુધવારે લગભગ 12 વાગે બાળકીને કડકડડૂમા થી કિડનેપ કરીને લઈને આવ્યા. આરોપ છે કે ગેંગરેપ બાદ તેના બધા વાળ કાપી નાખવામાં આવ્યા, તેના ચહેરા પર કાલિખ પોતી અને જૂતાની માળા પહેરીને શેરીમાં ફેરવવામાં આવી હતી. અને બીજી તરફ સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને કહ્યું કે હું દિલ્હી પોલીસને નોટિસ જારી કરી રહી છું. તમામ ગુનેગાર પુરુષો અને સ્ત્રીઓની ધરપકડ કરવામાં આવે અને છોકરી અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે.