પુષ્પાની માતાનો રોલ કરવાવાળી અભિનેત્રી અલલુ અર્જુન કરતાં ફક્ત 3 વર્ષ જ મોટી છે
તેલગુ ફિલ્મ ‘પુષ્પા’ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં દક્ષિણ સુપરસ્ટાર અલલુ અર્જુનને ખૂબ લોકપ્રિયતા મળી રહી છે અને આ ફિલ્મમાં ‘શ્રીવલ્લી’ના પાત્રમાં અભિનેત્રી રશ્મિકા મંદાના દેખાઈ રહી છે તેના ચાહકો પણ ઘણાબધા લોકો છે.
‘પુષ્પા’ ફિલ્મમાં દરેક કલાકારના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મના મહત્વના પાત્રોની સાથે તેના વિલનનું કામ પણ લોકોને પસંદ આવ્યું છે. જો કે ફિલ્મમાં એક પાત્ર એવું છે જેની બહુ ચર્ચા થઈ નથી. આજે અમે તમને એ જ પાત્ર વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. અમે જે પુષ્પાના પાત્રની વાત કરી રહ્યા છીએ તે ‘પુષ્પા’ની માતા છે. એટલે કે ફિલ્મમાં અલ્લુ અર્જુનની માતાનો રોલ કોણે કર્યો છે. આ પાત્ર ભજવનાર અભિનેત્રીનું નામ કલ્પલથા છે. કહેવાય છે કે કલ્પલતાએ 50 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે 10 થી વધુ સિરિયલોમાં પણ જોવા મળી છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મમાં કલ્પલતાએ પોતાના પાત્રથી લોકોને ભાવુક કરી દીધા છે. ફિલ્મમાં બતાવવામાં આવેલ પુષ્પાને નાજાયજ દીકરો બતાવવામાં આવે છે. લગ્ન કરેલ હોવા છતાં પણ પુષ્પાના પિતા કલ્પનાલતા સાથે સંબંધ બાંધે છે અને પછી પુષ્પાનો જન્મ થાય છે.
નોંધનીય છે કે ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનની માતા બનેલી કલ્પલતા રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તે લીડ એક્ટ્રેસ જેવી લાગે છે. ખાસ વાત એ છે કે રિયલ લાઈફમાં કલ્પલતા અલ્લુ અર્જુન કરતા માત્ર ત્રણ વર્ષ મોટી છે. અલ્લુ 39 વર્ષનો છે, જ્યારે કલ્પલતા 42 વર્ષની છે. જોકે તે ફિલ્મમાં અલ્લુની માતા બની છે. ફિલ્મમાં કપલનલતાના પાત્રથી ઘણા લોકો તેનાથી પ્રભાવિત થાય છે. તો બીજી બાજુ અલલુ અર્જુન પણ તેમનાથી ખૂબ પ્રભાવિત થયા છે. કપલનલતાએ આ ફિલ્મ પહેલા ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ બતાવી છે.
કલ્પલતા વિશે એવું કહેવાય છે કે જ્યારે તે માત્ર 14 વર્ષની હતી ત્યારે જ તેના લગ્ન થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલ્પલતા બે દીકરીઓની માતા છે. તેમની બંને દીકરીઓ નોકરી કરે છે. કલ્પલતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કલ્પલતા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે. પુષ્પા ફિલ્મમાં તેના વાસ્તવિક જીવનના ચિત્રો અને તેણીને જોઈને, કોઈ પણ અનુમાન કરી શકશે નહીં કે તે કાલ્પનિક છે.