India

‘ક્વીન અને ક્રિમિનલ’ની ધરપકડ, બંને યુવતીઓ બનાવી રહી હતી ‘અશ્લીલ’ વીડિયો

આજની ઇન્ટરનેટની દુનિયામાં લોકો સોશ્યિલ મીડિયા પ્લેટ ફોર્મ ઘણું વાપરી રહ્યા છે, જેના કારણે લોકો ઓનલાઇન મિત્રો સાથે વાતચીત કરતા રહે છે અને તેમની ફોલોવર્સ લિસ્ટ વધારે છે, આ માટે ઘણા લોકો તેમના એકાઉન્ટમાં વિડીયો અપલોડ કરતા રહે છે, જયારે ઘણા એવા પણ લોકો હોય છે જે તેમની હદ પાર કરી દે છે અને ન જોવા જેવા વિડીયો બનાવતા રહે છે. અને તેના કારણે જ આવા વીડિયો સોશ્યિલ મીડિયા પર ઘણા વાયરલ થઇ જાય છે. જેના કારણે બાદમાં પછતાવાનો વારો આવે છે ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

આ ઘટનામાં એક યુવતી ઈન્સ્ટાગ્રામમાં તેનું ‘થેરગાંવ ક્વીન’ નામનું એકાઉન્ટ ચલાવી રહી હતી. અને આ એકાઉન્ટમાં તેનો અને તેના મિત્રો સાથેનો અશ્લીલ વીડિયો અપલોડ કરતી હતી. ત્યારે હાલમાં આ ઈન્સ્ટાગ્રામ ‘થેરગાંવ ક્વીન’ ના નામે એકાઉન્ટ ચલાવનાર યુવતી અને તેના અન્ય પાર્ટનરની પોલીસે ધરપકડ કરી લીધી છે. બંને સામે વાકડ પોલીસે ગુનો નોંધ્યો છે. જયારે તેનો એક યુવક મિત્ર હજુ પણ ફરાર હોવાનું જણાવ્યું છે. જેને પોલીસ હજુ પણ શોધવા માટે પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ લોકો અશ્લીલ વીડિયો બનાવતા હતા, જ્યારે પોલીસને આ મામલે ફરિયાદ મળી તો તેમને ધરપકડ કરી.

ખરેખર, ઇન્સ્ટાગ્રામ પર ‘થેરગાંવ ક્વીન’ નામથી એકાઉન્ટ ચલાવનારી આ યુવતીનું નામ સાક્ષી હેમંત શ્રીશ્રીમલ જણાવવામાં આવી રહ્યું છે. જે પિંપરી ચિંચવડના થેરગાંવ વિસ્તારની રહેવાસી છે. સાક્ષીએ તેના અન્ય બે સાથી મિત્રો સાથે મળીને આવા ઘણા વીડિયો બનાવ્યા, જે વાયરલ થઇ ગયા. આ તમામ વીડિયોમાં અભદ્ર ટિપ્પણીઓ, અશ્લીલ હરકતો, અપશબ્દોનો સમાવેશ થતો હતો. જયારે કેટલાક વીડિયોમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ પછી વાકડ પોલીસ સ્ટેશનના મહિલા સબ ઈન્સ્પેક્ટર સંગીતા જીજાભાઉ ગોડેએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને સાક્ષી હેમંત શ્રીશ્રીમલ સહિત પુણેમાં રહેતા તેના મિત્ર કુણાલ કાંબલે અને ચિંચવાડ વિસ્તારમાં રહેતા મિત્ર સાક્ષી રાકેશ કશ્યપ વિરુદ્ધ કલમ 292, 294, 506, 34 સાથે સાથે IT એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.