સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને દિલ્હીમાં પોતાનું ઘર ‘સોપન’ વેચી દીધું છે. દિલ્હીના ગુલમોહર પાર્કમાં આવેલું આ ઘર 23 કરોડ રૂપિયામાં ખરીદાયું છે. આ ઘરમાં અમિતાભ બચ્ચનના માતા-પિતા તેજી બચ્ચન અને હરિવંશ રાય બચ્ચન રહેતા હતા.એવા અહેવાલો છે કે આ ઘર ગયા વર્ષે નોંધાયેલું હતું. નેઝોન ગ્રુપની સીઈઓ અવની બદેરે અમિતાભ બચ્ચનનું દિલ્હીનું ઘર ‘સોપાન’ ખરીદ્યું છે.
બદેર છેલ્લા 35 વર્ષથી અમિતાભ બચ્ચનના પરિવારની નજીક છે. રિપોર્ટ અનુસાર દિલ્હીમાં સ્થિત અમિતાભ બચ્ચનની આ પ્રોપર્ટી 418 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે. ગયા વર્ષે 7 ડિસેમ્બરના રોજ બદરે આ મિલકત પોતાના નામે નોંધાવી હતી.આ જૂના ઘર સાથે અમિતાભ બચ્ચનની ઘણી યાદો જોડાયેલી હતી. જોકે, મુંબઈમાં રહેવા માટે દિલ્હીમાં ઘરની જાળવણી કરવી મુશ્કેલ હોવી જોઈએ. જેના કારણે તેમણે આ ઘર વેચવાનો નિર્ણય લીધો છે. તેમણે તેમના બ્લોગ દ્વારા ઘણી વખત ‘સોપાન’ નો ઉલ્લેખ કર્યો હતો.
અમિતાભ બચ્ચનનો આ બંગલો 418.05 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે અને તેમની માતા તેજી બચ્ચનના નામે છે. તમને જણાવી દઈએ કે મુંબઈ જતા પહેલા અમિતાભ અહીં પોતાના માતા-પિતા સાથે રહેતા હતા. આ બે માળનું આવાસ બચ્ચન પરિવારનું પહેલું ઘર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર, આ બંગલાની આસપાસ રહેતા લોકોનું કહેવું છે કે જ્યારે હરિવંશ રાય બચ્ચન અહીં રહેતા હતા ત્યારે તે બંગલામાં કવિતા સેશન કરતા હતા.