મગરના ગળામાં 6 વર્ષથી ફસાયેલ હતું ટાયર, એક વ્યક્તિની બહાદુરીથી થઈ મુક્તિ અને બધા થઈ ગયા ખુશ
વાત એમ છે કે ઈન્ડોનેશિયામાં એક મગર છેલ્લા 6 વર્ષથી ગળામાં ફસાયેલ મોટરસાઇકલના ટાયરથી મુશ્કેલીમ હતો. જો હજી થોડા સમય વધુ આ ટાયર તેમના ગળામાં રહ્યું તો તેની સાઇઝ વધી જાત અને પછી શ્વાસ રોકાઈ જવાથી તેનું મૃત્યુ થઈ શકે તેમ હતું. પણ સેન્ટ્રલ સુલાવેસી પ્રાંતમાં રહેવાવાળા તીલી નામના વ્યક્તિએ બહાદુરીનું કામ કરીને બતાવ્યું.
ટીલીએ પોતાના જીવની પરવા કર્યા વિના એકલા મગરને પકડી લીધો અને તેના ગળામાંથી ટાયર કાઢીને તેને મુક્ત કર્યો. હવે આ વ્યક્તિની હિંમત અને બહાદુરીની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. મગર 13 ફૂટ (4 મીટર) લાંબો હતો. 2016થી તેના ગળામાં ટાયર ફસાઈ ગયું હતું. મધ્ય સુલાવેસી પ્રાંતની પાલુ નદીમાં તે સૌપ્રથમ જોવામાં આવ્યું હતું.
35 વર્ષીય ટીલીનું કહેવું છે કે મગરને પકડવામાં તેને 3 અઠવાડિયા લાગ્યા હતા. પહેલા તેણે ગામના અન્ય લોકોની મદદ માંગી, પરંતુ ડરના કારણે કોઈ આગળ ન આવ્યું. પછી પોતે જ જાળી બિછાવીને મગરને પકડી લીધો. તેમણે ચારા માટે ચિકન અને બતક રાખ્યા હતા. મગર બે વખત જાળમાંથી ભાગી ગયો હતો, પરંતુ ત્રીજી વખત પકડાયો હતો.
મગરને પકડ્યા પછી તીલીએ એક નાની આરીની મદદથી તેના ગળાના ટાયરને કાપી નાખ્યો. પછી તેમણે મગરને પાછો નદીમાં છોડી દીધો. આ આખી ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. બધા જ આ વ્યક્તિના બહાદુરીના વખાણ કરી રહ્યા છે અને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
તિલી હંમેશા આ મૂંગા જાનવરને મદદ કરવામાં આગળ રહે છે. તેઓ આ પહેલા પણ મગર, સાપ અને અન્ય સરિસૃપની મદદ કરી ચૂક્યા છે. આ ઘટના બાદ તે વધુ ફેમસ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2020માં સેન્ટ્રલ સુલાવેસીના સંરક્ષણ અધિકારીઓએ જાહેરાત કરી હતી કે જે કોઈ પણ આ મગરને ટાયરમાંથી મુક્ત કરશે તેને ઈનામ આપવામાં આવશે.હવે જોવાનું એ રહે છે કે ટીલી આ ઈનામ સ્વીકારે છે કે નહીં. કારણ કે તેણે ઈનામના લોભમાં મગરની મદદ કરી ન હતી. તેના બદલે, તે લાચાર પ્રાણીઓને મદદ કરવાનું પસંદ કરે છે. આમ કરવાથી તેમના હૃદયને પ્રસન્નતા મળે છે.