BollywoodGujarat

ટપુ અને બબીતાની સગાઇને લઈને વિરલ ભાયાણી નામના ફોટોગ્રાફરે કર્યો મોટો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં સ્ટાર કલાકાર બબીતા અને ટપુનાં પ્રેમ સબંધ છેલ્લા ઘણા સમયથી રહેલા છે. એવામાં આજે સોશિયલ મીડિયા પર આશ્ચર્યચકિત કરનાર સમાચાર સામે આવ્યા હતા. જેમાં બબીતા (મુનમુન દત્તા) અને ટપુ (રાજ અનડકટે) દ્વારા સગાઈ કરી લેવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે હવે આ સમાચારને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ સમાચારને લઈને વિરલ ભાયાણી નામનાં ફોટોગ્રાફર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સગાઈની વાત માત્ર અફવા રહેલ છે.

નોંધનીય છે કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સ્ટાર કલાકાર મુનમુન (બબીતા) અને રાજ અનડકટ (ટપુ) ને લઈને છેલ્લા ઘણા સમયથી સમાચાર સામે આવી રહ્યા છે તે એકબીજાના પ્રેમમાં રહેલા છે. એવામાં આજે સમાચાર સામે આવ્યા કે આ બંનેએ વડોદરામાં સગાઈ કરી લીધી છે. જયારે સમાચાર આવતા ચર્ચાનો માહોલ બન્યો હતો.

તેની સાથે તમને જણાવી દઈએ કે, બબીતા ​​અને ટપુને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આજે કોઈ ઓળખની જરૂરીયાત નથી. આ સીરિયલમાં બબીતા ​​જી નું પાત્ર ભજવનાર કલાકાર મુનમુન દત્તા હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં બની રહે છે. કલાકારનાં નજીકનાં એક સબંધી દ્વારા આ બંને કલાકાર દ્વારા સગાઈ કરી લીધી હોવાનું વાત સુત્રો દ્વારા જણાવી હતી. તેની સાથે સગાઈમાં હાજર રહેવાની વાત પણ સ્વીકારી હતી.

જ્યારે આશ્ચર્યચકિત વાત એ રહેલ છે કે, રાજ અનડકટની ઉંમર 27 વર્ષ રહેલ છે. જ્યારે મુનમુન દત્તાની ઉંમર 26 વર્ષ રહેલી છે. એટલે કે રાજ અનડકડ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો રહેલો છે. જ્યારે સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ બંને પરિવારોની હાજરીમાં એક-બીજાને સગાઈની રિંગ પહેરાવવામાં આવી હતી.