GujaratSaurashtra

મોરબી: ખરીદી કરવા નીકળેલા સાળા-બનેવીના બાઇકને ટ્રેલરે ટક્કર મારતા બંનેના મોત

મોરબીમાં એક અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.પીપળી રોડ પર આવેલા સિરામિકના કારખાનામાં કામ કરતા કામ કરતા પ્રદીપ પઢીયાર અને તેના બનેવી હેમંત સાહુ ખરીદી કરવા માટે બજારમાં નીકળ્યા હતા. હેમતભાઈને ફેકટરીએ કામ હોવાથી તેઓ પહેલા ફેક્ટરી ગયા હતા અને કામ પતાવીને ઘર તરફ આવતા હતા.

જો કે એજ સમયે ટ્રેલરે અચાનક વળાંક મારતા બાઇકચાલકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને સાળા-બનેવીને ગંભીર ઈજાઓ થઇ હતી અને તેમનું મોત થયું હતું. પોલીસ આ મામલે તાપસ હાથ ધરી છે.મૃતક હેમંત કુમારને સંતાનમાં 10 વર્ષ અને 3 વર્ષના બે દીકરા છે. દુઃખદ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.