India

છોકરીએ વીડિયો કોલ કરીને ઉતારી દીધા કપડાં, પછી શરૂ થઈ એવી રમત કે…

આજના સમયમાં મોટા ભાગના લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા થઇ ગયા છે. અને લોકો સૌથી વધારે સોશ્યિલ મીડિયામાં એક્ટિવ રહે છે અને મિત્રો સાથે વાતચીત કરતા રહે છે. પરંતુ ઘણીવાર આમાં એવા બનાવો બને છે જેના કારણે તમારે પાછળથી હેરાન થવું પડે છે ત્યારે આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

પટનાના એક નગરમાં એક વીમા એજન્ટના ફોન પર એક વીડિયો કોલ આવ્યો. યુવાનને આ વીડિયો કોલ ઉપાડ્યો. બીજી બાજુ આ વીડિયો કૉલની સ્ક્રીન પર એક છોકરી આવી. થોડીવાર તે હસી અને પછી તેને એક એક કરીને તેના બધા કપડા ઉતારી દીધા. અને પછી છોકરી એકદમ નગ્ન થઇ ગઈ. અને યુવક આ બધું જોઈને હેરાન થઈ ગયો. મોબાઈલ સ્ક્રીન પર છોકરી સાથે એક ખૂણામાં યુવકનો ફોટો દેખાઈ રહ્યો હતો. યુવકને ખબર ન હતી. કે આ વીડિયો કોલ રેકોર્ડ થઇ રહ્યો છે. પછી યુવકે આ કોલ કાપી દીધો, પરંતુ બસ અહીંથી રમત શરૂ થઇ અને આ યુવક સાથે બ્લેકમેલિંગની રમત શરૂ થઇ ગઈ.

આ કેસ પટનાને અડીને આવેલા દાનાપુરનો હોવાનું સામે આવ્યું છે. જ્યાં સોમવારે આ ઘટના બની હતી. જેનો ભોગ દાનાપુરમાં રહેતો વીમા કંપનીનો એક એજન્ટ બન્યો હતો. પીડિત યુવકે આ અંગે પટનાના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી દીધી છે. તેને આ મામલે પોલીસને જણાવ્યું કે તેને એક છોકરીએ વીડિયો કૉલ કર્યો. અને કહ્યું કે તેના આખા પરિવારને હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સનો પ્લાન લેવો છે. પછી છોકરીએ તેના પરિવારની વિગતો મોકલવા માટે વીમા એજન્ટનો વોટ્સએપ નંબર લીધો.

યુવકે નંબર આપ્યો. ત્યારબાદ યુવકને આ છોકરીએ વીડિયો કોલ કર્યો. કોલ ઉપાડ્યા બાદ છોકરીએ મોબાઈલ સ્ક્રીન પર છોકરીએ લાઈવમાં એક એક કરીને તેના બધા જ કપડા ઉતારી દીધા. પછી તે સંપૂર્ણં રીતે નગ્ન થઈ ગઈ. કમ્પ્રોમાઈઝ મુદ્રામાં છોકરી વીમા એજન્ટ સાથે અશ્લીલ વાત કરવા લાગી. થોડી વાર પછી યુવકે કોલ કાપી દીધો. તેને ખ્યાલ નહોતો કે તે છોકરી તેની સાથે શું રમત રમવાની છે.

કોલ કટ કર્યા ના થોડા સમય બાદ વીમા એજન્ટ યુવકના મોબાઈલ પર વીડિયો કોલના ઘણા બધા સ્ક્રીન શોટના ફોટાઓ આવવા લાગ્યા. જેમાં છોકરી નગ્ન અવસ્થામાં વીમા એજન્ટ સાથે વાત કરી રહી હતી. સ્ક્રીનશોટના ઘણા ટૂંકા વીડિયો જોયા બાદ યુવકના હોશ ઉડી ગયા. અને થોડી વાર પછી છોકરીએ ફોન કરીને વીમા એજન્ટને તરત જ 50 હજાર રૂપિયા તેના એકાઉન્ટમાં નાખવા માટે કહ્યું હતું.

પરંતુ વીમા એજન્ટ યુવકે 50 હજાર રૂપિયા આપવાની ના પાડી દીધી. છોકરીએ ફરી તેને ફોન કર્યો અને તેના આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી. વીમા એજન્ટના ના પાડ્યા બાદ છોકરીના ગેંગના સભ્યોએ ક્રાઈમ ઓફિસર અને ઓફિસર બનીને યુવકને ફોન કરવા લાગ્યા. અને તે લોકોએ આ યુવકને ધમકાવ્યો. દિલ્હીના સાયબર સેલમાં કામ કરતો હોવાનું કહીને તેની પાસેથી પૈસાની માંગણી કરી.

ફોન કરનારે આ વીમા એજન્ટ યુવકને કહ્યું છે કે દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તે ઝડપથી આ છોકરી સાથે સમાધાન કરી લે, નહીંતર તેને પોલીસ દિલ્હીથી પટના પહોંચીને ધરપકડ કરી લેશે. તેને જેલમાં જવું પડશે. તેમ છતાં વીમા એજન્ટ નહિ માન્યો. ત્યારબાદ છોકરી વીમા એજન્ટને તેનું એકાઉન્ટ નંબર આપે છે. અને તરત જ આ એકાઉન્ટમાં યુવકને પૈસા ટ્રાન્સફર કરવા માટે કહે છે.

આ પછી છોકરી અને તેની ગેંગના લોકો લગભગ પચાસ વાર આ યુવકને ફોન કરે છે. પરંતુ આ યુવક પૈસા આપવા માટે માનતો નથી. અને પરેશાન થઈને વીમા એજન્ટ યુવકે આ છોકરી અને તેની ગેંગ વિરુદ્ધ પટના સાયબર સેલમાં કેસ દાખલ કરાવ્યો. હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.

હાલમાં જ બિહારના ઘણા વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં લોકો પોતાની ઈજ્જતનું ધ્યાન રાખીને આવા કેસ નોંધાવી રહ્યા નથી અને બ્લેકમેલિંગનો શિકાર બની રહ્યા છે. હાલમાં પોલીસે આ મામલે વીમા એજન્ટની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે ટૂંક સમયમાં જ આ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે.