કેનેડાની કોલેજોએ ફી લીધા બાદ અચાનક બંધ કરી દેતા, ગુજરાતના વિધાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં
હાલમાં દેશ સહિત સમગ્ર દુનિયામાં કોરોના મહામારીને કારણે શાળા, કોલેજો બંધ રાખવામાં આવી છે અને વિદ્યાર્થીઓ ઓનલાઇન ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. અને આજના સમયમાં મોટા ભાગના વિધાર્થીઓ વિદેશમાં ભણવાનો આગ્રહ રાખે છે અને હાલમાં ચલણમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જે દેશમાં ગુજરાતના મોટા ભાગના લોકો વિદેશમાં રહીને ત્યાં રોજગારી અને તેમનું ભણતર પણ કરે છે. ત્યારે હવે આવા લોકો જે કેનેડાની કોલેજો અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જો કે લાંબા સમયથી જ ગુજરાતી વિદ્યાર્થીઓનો અભ્યાસ માટે કેનેડા જવાનો ક્રેઝ સતત વધતો જઈ જોવા મળે છે.
હાલમાં કેનેડાની ઘણી કોલેજ વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેનેડાની ત્રણ કોલેજએ અચાનક કોલેજ બંધ કરી દીધી છે. જેમાં M College in Montreal, CDE College and Collège de comptabilité et de secrétariat du Québec (CCSQ)નો સમાવેશ થાય છે. જે કોલેજે વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધા બાદ અચાનક બંધ કરવામાં આવતા જેના કારણે હજારો વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મૂકાઈ ગયા છે.
જો કે આ કોલેજોએ વિદ્યાર્થીઓને તેમનો વળતો જવાબ આપવાનું પણ બંધ કરી દીધુ છે. આ ઉપરાંત જુદા જુદા કારણોસર કેનેડામાં અભ્યાસ માટે વીઝાની પ્રોસેસ કરતા વિદ્યાર્થીઓના વીઝા પણ રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે તેઓ વધુ ચિંતામાં આવી ગયા છે.
જો કે, ઘણા વિદ્યાર્થીઓ તો કેનેડાની કોલેજમાં એડમિશન લઈને તેમનો ઓનલાઈન અભ્યાસ પણ શરૂ કરી દીધો છે ત્યારે હવે તેમના વીઝામાં રિજેક્શન આવી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થઇ રહ્યા છે. ત્યારે આ મામલે એક વિદ્યાર્થીએ વિડીયો વાયરલ કરતા ઘણા વિદ્યાર્થીઓની આંખો ઉધાડી થઇ ગઈ છે. જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાલમાં વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. આ ઉપરાંત આ મામલે એવી પણ માહિતી સામે આવી છે કે, આ કોલેજો બંધ કરવામાં આવી જેમાં ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.