India

નવા વર્ષે ક્લીન બોલ્ડ થયો હાર્દિક પંડ્યા, ગર્લફ્રેન્ડ નતાશા સાથે કરી સગાઇ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વર્ષ 2020 ના પહેલા દિવસે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. હાર્દિક પંડ્યાએ સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ સાથે સગાઈ કરી છે. તેણે આ વાતનો ખુલાસો ઇન્સ્ટાગ્રામ પર કર્યો હતો. નતાશા સાથે ફોટો શેર કરતી વખતે પંડ્યાએ લખ્યું, ‘મેં તેરા, તુ મેરી જાન, સારા હિન્દુસ્તાન.

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર 3 ફોટા શેર કર્યા છે. એક વિડિઓ ક્લિપ પણ શેર કરી. એક તસવીરમાં નતાશા સગાઈની રીંગ બતાવતી જોવા મળી રહી છે. નતાશા અને પંડ્યાએ દુબઈમાં સગાઈ કરી. આ દરમિયાન, આ દંપતી તેમના કેટલાક નજીકના લોકો સાથે બોટ પર જોવા મળ્યા હતા.

નતાશા છેલ્લે બોલીવુડની ફિલ્મ ધ બોડીમાં ઈમરાન હાશ્મી અને ઋષિ કપૂરના એક ગીતમાં જોવા મળી હતી. તેણે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ એલ ગોની સાથે ‘નચ બલિયે’ ની ફાઇનલમાં પ્રવેશ પણ કર્યો. પ્રખ્યાત રિયાલિટી શો ‘બિગ બોસ 8’ માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે