
સુરત શહેર ખાતે આવેલ અઠવા વિસ્તારમાં આશરે 8 વર્ષની માસૂમ બાળકીને એક 55 વર્ષીય આધેડ ખંડરમાં લઈ જઈને પોતાના મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવાઈ રહ્યો હતો ત્યારે તેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ આધેડને પકડીને તાત્કાલિક પોલીસને સોંપ્યો હતો. ત્યારે પોલીસે આધેડની અટકાયત કરીને તેની વધુ પુછપરછ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રૂદરપુરા ખાડી પાસેના એક ખંડર મકાનમાંથી કોઈ બાળકી રડતી હોય તેવો અવાજ આવ્યો હતો.
જેથી સ્થાનિક લોકોએ ત્યાં બેઠેલા લોકોને આ અંગે જાણ કરી હતી. ત્યારે લોકો તાત્કાલિક ત્યાં તપાસ માટે દોડી ગયા હતા. ત્યારે રડી રહેલી બાળકીની એ લોકોએ પૂછપરછ કરી હતી. ત્યારે બાળકીએ કહ્યું કે તેને એક આધેડ ઉંમરની વ્યક્તિ તેને આ ખંડરમાં લઈ ગયો અને મને માર મારી મોબાઈલમાં ખરાબ વીડિયો બતાવતો હતો. મેં તે જોવા માટે ના કહ્યું તો તે આધેડે મને મારી માર્યો હતો. જેથી આધેડથી બચીને ખંડેરમાંથી હેમખેમ બહાર ભાગી આવેલી બાળકીએ ત્યાં હાજર લોકોને સમગ્ર હકીકત જણાવી હતી.
નોંધનીય છે કે, બાળકીએ પોતાની આપવીતી જણાવતા સ્થાનિકો તરત જ ખંડરવાળા મકાનમાં અંદર ગયા અને ત્યાં હાજર શખ્સને પકડી પાડ્યો હતો. જે પછી ત્યાં ભારે હોબાળો પણ મચ્યો હતો. અમે બાદમાં અઠવા પોલીસને આ મામલે જાણ કરી યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
- અમદાવાદમાં મેયરને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો બાટલો ફાટ્યો
- ‘વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજુરી કોણે આપી? રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખ્યો
- કેનેડામાં કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયરનું મોત
- પેપર લીક વિરુદ્ધ કાલે નવું બિલ આવી શકે છે, 10 વર્ષની જેલ અને 10 કરોડ સુધીના દંડની જોગવાઈ

