BharuchGujaratSouth Gujarat

ભરૂચના અલવા ગામ નજીક બે કારનો સર્જાયો ભયંકર અકસ્માત, એક જ પરિવારના ચાર લોકોના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હાંસોટના અલવા ગામ પાસે બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ મહિલા અને એક પુરુષના મોતના લીધે સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમ છતાં અકસ્માત દરમિયાન કારમાં સવાર એક બાળકીનો જીવ બચી ગયો હોવાનું સામે આવ્યું છે.

તેની સાથે અકસ્માત સર્જાતા જ કારનો કુચ્ચો બોલી ગયો હતો. હ્યુન્ડાઈ વેન્યુ અને હ્યુન્ડાઈ વર્ના કારનો અકસ્માત સર્જાયો હતો. હ્યુન્ડાઈ વેન્યુ ભરૂચના હિરેન્દ્રસિંહ અને હ્યુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામભાઈ નામ પર નોંધાયેલ છે. કારના ચાલક દ્વારા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સ્જ્રાયો હતો. તેના લીધે સ્થાનિક લોકો અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. બીજી તરફ અકસ્માતના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો.

 

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે