India

ફોન હેક કરીને જયપુરના બિઝનેસમેનના ખાતામાંથી ઉપાડવામાં આવ્યા 64 લાખ રૂપિયા

આજકાલ ઓનલાઈન, મોબાઈલ અને ઈન્ટરનેટ બેન્કિંગનું ચલણ ચાલી રહ્યું છે. લોકોને મોબાઈલથી જ પૈસા મોકલવા એ સરળ લાગતું હોય છે. પણ જેમ જેમ પૈસા ઓનલાઈન મોકલવા અને લેવા એ સરળ લાગે છે તેમ તેમ ઓનલાઈન લૂંટ પણ વધી રહી છે. ઘણા લોકો એવા પણ હોય છે જે ઓનલાઈન લાખો-કરોડો રૂપિયાની લૂંટ કરી લેતા હોય છે. આજે એવો જ એક કિસ્સો અમે તમને જણાવવા જઈ રહ્યા છે જે રાજસ્થાનના જયપુરથી સામે આવ્યો છે. અહિયાં એક બિઝનેસમેનના એકાઉન્ટથી 64 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ ઓનલાઈન લુંટને SIM Swapping કે પછી ફોન હેકિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.

વેપારીના મોબાઈલ ફોન પર બે દિવસથી શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. આના પર જયપુર પોલીસે ફોન હેક થવાની શક્યતાને નકારી નથી. TOI માં એક અહેવાલ અનુસાર, જયપુરના 68 વર્ષીય રાકેશ તાટુકા જ્યારે ઘણા નિષ્ફળ વ્યવહારો પછી પોતાનું બેંક બેલેન્સ ચેક કર્યું ત્યારે તેઓ ચોંકી ગયા.

બેંક દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તેમના ખાતામાં માત્ર 700 રૂપિયા જ બચ્યા છે જ્યારે કંપનીના બેંક ખાતામાં માત્ર 300 રૂપિયા જ બચ્યા છે. આ પછી તેણે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.તેણે પોલીસને જણાવ્યું કે તેના મોબાઈલ ફોનમાં બે દિવસથી કનેક્ટિવિટી નથી. તેના બિઝનેસ પાર્ટનરના ફોનમાં પણ આ સમસ્યા આવી રહી હતી. આ પછી બંનેએ તેમના સિમ કાર્ડ બદલવાનો નિર્ણય કર્યો. બંનેએ ટેલિકોમ કંપનીની ઓફિસમાંથી નવા સિમકાર્ડ લીધા હતા.

પણ એક્ટીવેશનમાં મોડું થવાને લીધે તે તરત સીમ કાર્ડ વાપરી શકતો નથી અને તેમાં લેટ થઈ જાય છે. આની પર ધ્યાન આપ્યા વગર તેમણે કંપની બેન્ક એકાઉંમ લૉગઇન કરવા માટે પ્રયત્ન કર્યો પણ તે બેન્ક એકાઉન્ટ એક્સેસ કરી શકતો નથી. એ પછી તે પોતાના પર્સનલ એકાઉન્ટને પણ લૉગઇન કરવા પ્રયત્ન કરે છે પણ તેમાં પણ લૉગઇન કરી શકતા નથી. પછી તેણે પોતાની બેન્કને આની વિષે જાણકારી આપી. બેન્ક તરફથી કહેવામાં આવે છે કે તેમના એકાઉન્ટમાં ફક્ત 700 રૂપિયા જ બચ્યા છે.

પોલીસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને હાલમાં ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ હાલમાં બંનેના ફોન ચેક કરી રહી છે અને કોઈ હેકિંગ થયું છે કે કેમ તે તપાસી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને ફોનની કનેક્ટિવિટી અચાનક ખતમ થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક સાથે બે ફોન હેક કરવા આસાન નથી, પરંતુ તેઓ આ શક્યતાને પણ નકારી રહ્યા નથી. જો કે, હજુ સુધી પોલીસને આ ઘટનાના ઓનલાઈન લૂંટારાઓનો સુરાગ મળ્યો નથી.