નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે વાત કરીશું લીમડી ગામની,જ્યાં પાટીદાર ફાર્મ રેસ્ટોરન્ટ આવેલ છે,ત્યાંની ખાસ વાત એ છે કે અહિયાં દરેક વસ્તુ દેશી ચૂલા પર બનાવવામાં આવે છે,સાથે અખરોટનું શાક,સૂરણનું શાક,સફરજનનું શાક એવી અલગ-અલગ વેરાયટીમાં શાક બનાવે છે.અહિયાં ૨૦૦ રૂપિયામાં અનલિમિટેડ જમવા મળે છે,શાકનો બટરમાં વઘાર કરે છે.આ શાકભાજી ઓર્ગેનિક જ હોય છે.
જો તમે આ જગ્યાએ જવા ઇચ્છતા હોય તો નીચે ફોન નંબર આપેલ છે,એ નંબર પર ફોન કરીને વ્યક્તિની સંખ્યા જણાવશો અને શું જમવુ છે એ પણ કહેશો તો સારું રહેશે.જો આપણે એડ્રેસની વાત કરીએ તો રાજકોટ-હાઇવે પર, બોડિયા ગામ નજીક લીમડી ગામે આ પાટીદાર ફાર્મ રેસ્ટોરન્ટ આવેલ છે.અને છતાં પણ જો સરનામું ન મળે તો ૯૮૨૫૦ ૫૭૨૩૮ આ નંબર પર ફોન કરીને પૂછી શકો છો.
જેમનું નામ મનસુખભાઇ છે.અહી ફાર્મમાં જમવાનો સમય બપોરે ૧૨.૦૦ વાગ્યાથી ૩.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૭.૦૦ વાગ્યાથી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધીનો છે.જો તમે રાજકોટ-હાઇવે બાજુ જાઓ તો અહિયાં એકવાર ચોક્કસ જમવા જાઓ.અમારી આ માહિતી પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.
આ પણ વાંચો: રીક્ષાના અડફેટે આવતા ત્રણ બાળકોના પિતાનું સારવાર દરમિયાન મોત
આ પણ વાંચો: જાણો માફિયા અતીક અહેમદનો મોબાઈલ નંબર શું હતો, જે સાંભળીને લોકો થરથર કાંપતા હતા
આ પણ વાંચો: પાદરીની જમીનમાંથી એક પછી એક 39 લાશો બહાર આવી, હજુ ઘણી કબરો ખોદવાની બાકી છે