BjpDelhiPolitics

એક્ઝિટ પોલ: દિલ્હીમાં કેજરીવાલની સરકાર બનશે, મોદી-ભાજપની થશે શરમજનક હાર

આજે શનિવારે દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાન બાદ હવે લોકો આતુરતાથી ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તા પર પાછા ફરશે અથવા આ વખતે ભાજપનો 22 વર્ષનો વનવાસ સમાપ્ત થશે એના પર દરેક લોકોની નજર છે.જો કે મતદાન પછી આજ તક-એક્સિસપોલ મુજબ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ફરી વખત ભારે બહુમતી સાથે સત્તા પર પાછા ફરતા જોવા મળે છે.

એક્ઝિટ પોલના આંકડા મુજબ આમ આદમી પાર્ટીને 59 થી 68, બીજેપીને 2-11 બેઠકો મળી રહી છે.કોંગ્રેસની ગત વિધાનસભાની ચૂંટણીની જેમ ફરીથી ખાતું ખોલવું મુશ્કેલ છે અને એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને એક પણ બેઠક મળી હોવાનું જણાતું નથી.આમ દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓ,મુખ્યમંત્રીઓ એ પ્રચાર કરવા છતાં જીતે તેવું લાગતું નથી.દિલ્હીમાં ભાજપના સૂપડા સાફ થતા દેખાય છે.

ચાંદની ચોક વિસ્તાર હેઠળ વિધાનસભાની 10 બેઠકો છે, આજ તકના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને 9-10 બેઠકો મળે તેવી સંભાવના છે જ્યારે ભાજપને ફક્ત એક જ બેઠક મળવાની સંભાવના છે. તે જ સમયે, કોંગ્રેસને અહીં કોઈ બેઠક મળશે તેમ લાગતું નથી.

ઉત્તર પૂર્વ દિલ્હીમાં 9 વિધાનસભા બેઠકો છે, આજ તકના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટીને 7-9 બેઠકો મળે તેવી સંભાવના છે જ્યારે ભાજપને અહીં 0-3 બેઠકો મળવાની સંભાવના છે. કોંગ્રેસનું ખાતું અહીં પણ ખુલતું હોય તેવું લાગતું નથી.પૂર્વ દિલ્હીની તમામ 10 બેઠકો પરના એક્ઝિટ પોલ મુજબ, આમ આદમી પાર્ટી જીતી શકે છે. અહીં AAP ને 9-10, ભાજપને 0-1 અને કોંગ્રેસને કોઈ બેઠક મળશે તેવી અપેક્ષા નથી.

એક્ઝિટ પોલના પરિણામોમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર ભારે બહુમતી સાથે દિલ્હીમાં સરકાર બનાવશે તે સ્પષ્ટ દેખાય છે. AAP એ આજે ​​અનેક એક્ઝિટના પરિણામોમાં ભાજપને પાછળ છોડી દીધી છે. તે જ સમયે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્લું જણાતું નથી.