કૂવો ખોદતાં મળ્યો સમુદ્ર, વિશ્વનો સૌથી મોટો નીલમ મળ્યો આ જગ્યાએ તેની કિંમત છે કરોડોમાં
હમણાં શ્રીલંકામાં મળેલ 300 કિલોથી પણ વધારે વજન વાળો નીલમ ખુબ જ ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નીલમ વિશ્વનો સૌથી મોટો નીલમ છે. આ નીલમનું વજન લગભગ 310 કિલોગ્રામથી વધારે છે. ‘કવીન ઓફ એશિયા કહેવાતા આ નીલમને શ્રીલંકામાં પ્રદર્શન માટે મુકવામાં આવેલ છે. આ નીલમને જોઈને બધા જ લોકો ખુબ હેરાન છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની રાજધાની કોલંબોથી 45 કિમી દૂર રત્નાપુરામાં ખોદકામ દરમિયાન 3 મહિના પહેલા વિશ્વનો સૌથી મોટો કુદરતી કોરન્ડમ બ્લુ નીલમ મળી આવ્યો હતો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે દુનિયામાં મળેલા તમામ કોરન્ડમ સ્ટોનમાંથી લગભગ 90 ટકા શ્રીલંકાના છે. શ્રીલંકા ઘણી સદીઓથી તેના અનન્ય રત્નો માટે પ્રખ્યાત છે.
શ્રીલંકામાં મળેલ આ 310 કિલોથી વધારે વજન વાળો નીલમના માલિક સુરંગાએ માહિતી શેર કરતા કહ્યું હતું કે જે વ્યક્તિ કૂવો ખોદી રહ્યો હતો તેણે અમને અમુક દુર્લભ પથ્થર વિષે જણાવ્યું. આ દરમિયાન અમને એક વિશાળ નીલમથી ઠોકર વાગી. હવે આ વિશાળ નીલમની કિંમત 100 કરોડથી પણ વધુ આંકવામાં આવે છે. વિશ્વમાં આને સૌથી મોટા નીલમ મળવાની વાત ચાલી રહી છે, આ નીલમ એક સામાન્ય ખોદકામ દરમિયાન મળ્યો છે.
આ નીલમ મેળવવાની કહાની કહીએ તો તેનો માલિક તેના ઘરમાં અને તેની પાછળ આવેલો કૂવો ખોદતો હતો. આ દરમિયાન કૂવો ખોદતી વખતે તેના હાથમાં આ મોટો ખજાનો આવ્યો. બીજી તરફ શ્રીલંકાની નેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી ઓથોરિટીએ આ કિંમતી રત્નને પ્રમાણિત કર્યું છે. હવે આ હીરાને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બૌદ્ધ સાધુઓએ પણ પ્રદર્શન પહેલા આ રત્નને આશીર્વાદ આપ્યા હતા. તે જ સમયે, પ્રખ્યાત રત્નશાસ્ત્રી ગામિની જોયસાએ કહ્યું કે મેં મારા જીવનમાં આટલો મોટો રત્ન પહેલાં ક્યારેય જોયો નથી. તેની રચના લગભગ 400 મિલિયન વર્ષો પહેલા થઈ હતી. દરમિયાન, શ્રીલંકાના નેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી ઓથોરિટીના ચેરમેન તિલક વીરાસિંઘેએ એક નિવેદન આપ્યું છે કે, આ એક ખાસ નીલમ અજાયબી છે, જે કદાચ વિશ્વમાં સૌથી મોટી છે, તેના કદ અને તેની કિંમતને જોતાં, અમને લાગે છે કે તે ખાનગી સંગ્રહકો અથવા સંગ્રહાલયો માટે રસ હશે.