India

ઉકળતા ગરમ પાણીમાં પડી ગયો 5 વર્ષનો બાળક, પિતા હતા નજર સામે પણ કશું કરી શક્યા નહિ

સીવનીના છપરામાં 5 વર્ષના માસુમ બાળકની દર્દનાક મૃત્યુ થયું છે. અહીંયા બસ સ્ટેન્ડ પાસે આવેલ એક બિરિયાનીની દુકાનમાં રાખેલ ગરમ પાણીથી ભરેલા વાસણમાં બાળકના પડી જવાથી 5 વર્ષના બાળકની ખુબ દર્દનાક મૃત્યુ થઇ છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી અને આ ઘટનાની સૌથી દુઃખદ વાત એ છે કે જયારે બાળક સાથે આ ઘટના બને છે ત્યારે તેના પિતા તે બાળકની સામે જ હતા પણ તેઓ પણ દીકરાને બચાવી શકતા નથી.
 
તમને જણાવી દઈએ કે તે દરમિયાન આ ચોંકાવનારી ઘટના બની હતી. જ્યારે માસુમ બાળક તેના પિતા સાથે રમી રહ્યો હતો અને રમતા રમતા અચાનક તે પાણીમાં પડી ગયો અને જ્યાં સુધી તેના પિતા તેને બચાવવા માટે કોઈ ઉપાય કરી શકે. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સાથે જ બાળકીના મોત બાદ ઘરમાં શોકનો માહોલ છે. મળતી માહિતી મુજબ આ દુઃખદ ઘટના સીવનીના છપરા બસ સ્ટેન્ડઈ છે. બસ સ્ટેન્ડ પર જ વીરેન્દ્રલોઢી ની પોતાની બિરિયાનીની દુકાન છે અને મંગળવારના દિવસે પણ તે રોજની જેમ બિરિયાની બનાવવા માટેની તૈયારી કરી રહ્યા હતા.

ચોખા રાંધવા તેણે તપેલામાં પાણી ગરમ કર્યું. તે જ સમયે તેનો 5 વર્ષનો માસૂમ બાળક તેની સાથે રમવા લાગ્યો હતો અને તે દરમિયાન વીરેન્દ્રનો પુત્ર શિવા રમતા રમતા પાણીમાં પડી ગયો હતો. જેમને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાળકનું પેટ ખરાબ રીતે દાઝી ગયું હતું અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જાણવા મળી રહ્યું છે કે બાળકના પિતા વીરુ લોધીએ જણાવ્યું કે અકસ્માત બાદ તેઓ તરત જ બાળકને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરની સલાહ પર તેઓ સારવાર બાદ બાળકને ઘરે પરત લાવ્યા. બાળકને દવા આપીને ઘરે સારવાર આપવામાં આવી રહી હતી અને આ ઘટનાના ત્રણ દિવસ બાદ એટલે કે શુક્રવારે માસૂમ શિવા ઉર્ફે રાજવીર સિંહ લોધીની હાલત અચાનક બગડી હતી અને લગભગ 1.30 વાગ્યે તેનું મૃત્યુ થયું હતું.