ગોંડલ નજીક બોલેરો અને અલ્ટો કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઘટનાસ્થળ પર જ બેના મોત
ગોંડલ પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગોંડલમાં આવેલ મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટનામાં સામે આવ્યું છે કે તેમાં 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં પણ સામે આવ્યું છે કે, અકસ્માત થવાની સાજે જ બોલેરો ગાડીચાલક અકસ્માત સ્થળેથી નાસી ગયો હતો. અકસ્માતને કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, શાકભાજીવાળાની બોલેરો કાર શાકભાજી ભરીને જઈ રહી હતી તે દરમિયાન ગોંડલના મોટી ખિલોરી ગામની પ્રાથમિક શાળા પાસે કારનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને સામે આવી રહેલી અલ્ટો કાર અડફેટે લઇ લીધી હતી જેના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છે.
જ્યારે ઈજાગ્રસ્ત લોકોને 108 ઈમર્જન્સી એમ્બુલન્સની મદદ દ્વારા ગોંડલની સરકારી હોસ્પિટલ તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતના જાણ થતા જ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરુ કરી દીધી હતી. આ અકસ્માતમાં જેતપુરના 71 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.