Gujarat

પહેલા મિત્ર બન્યા પછી પ્રેમ થયો બાદમાં બીજા મિત્રને જાણ થતા સગીરા સાથે રચ્યું કાવતરું અને બાદમાં જે થયું તે…

આજના સમયમાં કોના પર વિશ્વાસ કરવો અને કોના પર વિશ્વાસ કરવો તે કઈ પણ કહી શકાતું નથી. જે આજના સંયમ લોકો સોશ્યિલ મીડિયા થકી ફ્રેન્ડ્સ બને છે અને બીજાની ઘણા નજીક આવી જતા હોય છે. અને એકબીજા સાથે વાતો કરવાનું અને મળવાનું શરૂ કરી દે છે ત્યારે આ દરમિયાન લોકો દ્વારા ન કરવાની ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને પાછળ જતા પછાતાવાનો વાળો આવતો હોય છે. અને તેના કારણે તેમને ઘણું નુકસાન પણ ભોગવવું પડે છે.

જો કે આવા બનાવો મોટા ભાગે છોકરી છોકરા એકબીજાના મિત્રો બને છે ત્યારે અમુક એવી ઘટના બને છે જેને લઈને બેકમેઇલનો શિકાર બને છે અને તેમની પાસે ન હોય તેવી માંગણીઓ કરવામાં આવી છે ત્યારે આવી જ એક ઘટના આજે સામે આવી છે. જો કે આ ઘટના માં એક છોકરીને એક છોકરા સાથે પ્રેમ થયો હતો. ત્યારે આ બંને વચ્ચેના પ્રેમમાં તેની બહેનપણીની આવી ગઈ હતી. જેને પણ આ બંનેના પ્રેમ વિશે ખબર પડી ગઈ હતી.

ત્યારે તેની બહેનપણીએ તેના અને તેના બોયફ્રેન્ડના કિસ કરતા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને તેને તેની સાથે એક હોટલના રૂમમાં જવા માટે કહ્યું હતું. અને આ દરમિયાન હોટલના રૂમમાં આ પ્રેમિકા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જ્યારે આ વાતની જાણ તેમના પરિવારના સભ્યોને થઇ ત્યારે તેના બોયફ્રેન્ડ અને આ યુવતી ફ્રેન્ડ યુવતી સામે ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ 17 વર્ષની પીડિત સગીરા મૂળ સાબરકાંઠા જિલ્લાની અને હાલમાં અમદાવાદમાં રહે છે. જે અમદાવાદમાં અભ્યાસ કરે છે. આ દરમિયાન તે વર્ષ 2019થી એક યુવક અને યુવતીના સંપર્કમાં આવી હતી. અને આ ત્રણેય એકબીજાના ખાસ મિત્રો પણ હતા. અને આ જ મિત્રતા દરમિયાન આ સગીરાને તેના મિત્ર યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. અને આ બંને વચ્ચે પ્રેમ ઘણા સમય સુધી ચાલ્યો હતો.

જો કે આ વાતની જાણ તેના મિત્રના ગ્રુપની જ એક યુવતીને થઇ ગઈ હતી. ત્યારે તેને આ બંને ના કિસ કરતા ફોટા તેની પાસે છે અને તેને વાયરલ કરવાની ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. અને આ બંનેને ધમકી આપીને એક હોટલના રૂમમાં જવા માટે દબાણ કર્યું હતું. ત્યારે બાદ આ સગીરાને હોટલના રૂમમાં લઇ જઈને તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જો કે આટલું જ નહિ આ યુવતી આ સગીરા પાસેથી પૈસાની પણ માંગણી કરી હતી.

જો કે આ ઘટના એકવાર નહિ આ પહેલા પણ ઘણી વાર આ બંને યુવક અને યુવતીએ સાથે મળીને જ આવું કાવતરું ઘડ્યું હતું. ત્યારે આ વખતે ફરી બંનેને હોટલમાં મોકલતા સગીરાના પરિવારને જાણ થઇ જતા આ સમગ્ર ઘટનાની જાણ પોલીસેને કરવામાં આવી હતી ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.