Bollywood

કરીના અને સૈફ લોકોના નિશાને: માસ્ક નહીં, સીટ બેલ્ટ નહીં, લોકોએ કહ્યું આમને તો દંડ કરો

બોલિવૂડ સ્ટાર્સના જીવનમાં શું ચાલી રહ્યું છે તેના પર લોકો હંમેશા નજર રાખે છે. હાલમાં જ સૈફ અલી ખાન અને કરીના કપૂર ઘરની બહાર જોવા મળ્યા હતા. બંને કારમાં બેઠેલા જોવા મળ્યા હતા. સૈફ અલી ખાન કાર ચલાવી રહ્યો હતો જ્યારે કરીના કપૂર ખાન મોબાઈલમાં વ્યસ્ત હતી. સૈફ અને કરીનાનો આ વીડિયો સામે આવતા જ લોકોએ તેમને માસ્ક ન પહેરવા અને સીટ બેલ્ટ ન પહેરવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

લોકોએ આ માટે કપલને ઘણું કહ્યું છે, સાથે જ મુંબઈ પોલીસ પર નિશાન સાધ્યું છે. વીડિયોમાં સૈફ અલી ખાન કાર ચલાવી રહ્યો છે અને કરીના તેની બાજુની સીટ પર બેઠી છે. કરીના ફોન પર કોઈની સાથે વાત કરી રહી છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંનેએ ન તો માસ્ક પહેર્યા છે કે ન તો સીટ બેલ્ટ.

કરીના કપૂર અને સૈફને ટ્રોલ કરતા ઘણા લોકોએ આ કપલ વિશે મુંબઈ પોલીસને ફરિયાદ પણ કરી છે. એકે લખ્યું- શું સેલેબ્સે સીટ બેલ્ટ પહેરવાની જરૂર નથી? આ સાથે યુઝરે ટૅગમાં મુંબઈ પોલીસને પણ એડ કર્યા અને લખ્યું કે, સીટબેલ્ટ વાયોલેશન. એક યુઝરે લખ્યું કે આરટીઓ ઓફિસર દંડ ફટકારી શકે છે. તેઓ આ વીડિયોને પુરાવા તરીકે લઈ શકે છે. બંનેના માસ્ક ન પહેરવા પર પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે.લોકો મુંબઈ પોલીસ ને પણ એક્શન લેવા કહી રહ્યા છે.