પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે મહિલાના વાળમાં થુંક લગાવ્યું, મહિલાએ ફરિયાદ કરતા જાવેદે માફી માંગવી પડી
જાણીતા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે વાયરલ વીડિયોના સંબંધમાં માફી માંગી છે જેમાં તેને એક મહિલાના વાળ પર થૂંકતા બતાવવામાં આવ્યો હતો. આ વીડિયો જોયા બાદ જાવેદની ટીકા થઈ રહી હતી અને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો હતો. આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાવેદ એક મહિલાના વાળ કાપવા જઈ રહ્યો છે, પહેલા જાવેદ હબીબ મહિલાના વાળ ગંદા કહે છે અને પછી કહે છે કે પાણીની કમી છે. આ પછી તે મહિલાના માથા પર થૂંકે છે, જેના પછી મહિલા પણ ઠીક અનુભવતી નથી પણ લોકો તાળીઓ પાડવા માંડે છે. વીડિયોમાં દેખાતી મહિલાનું નામ પૂજા ગુપ્તા છે અને તે જાવેદના આ કૃત્ય બાદ અસહજ થઈ ગઈ હતી. પૂજાએ હવે વીડિયો શેર કરીને આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આ વીડિયોમાં પૂજા કહી રહી છે કે તેનું નામ પૂજા ગુપ્તા છે. તે બારૌતની છે અને પાર્લર ચલાવે છે. તે જાવેદ હબીબના સેમિનારમાં ભાગ લેવા ગઈ હતી. જ્યાં તેમને જાવેદ હબીબે સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું હતું. પૂજાએ જણાવ્યું કે ત્યાં તેણે ગેરવર્તન કર્યું અને કહ્યું કે જો તમારી પાસે પાણી નથી તો તમે થૂંકથી વાળ કપાવી શકો છો. પૂજાએ કહ્યું કે તેણીએ તેના વાળ કપાવ્યા નથી અને તે જાવેદ હબીબ દ્વારા ક્યારેય તેના વાળ નહીં કપાવશે.
UP : जावेद हबीब भी "थूक कांड" में शामिल हो गए। बता रहे हैं कि पानी नहीं है तो थूक से भी बाल बनाये जा सकते हैं। वीडियो मुजफ्फरनगर की बताई गई। pic.twitter.com/glsJlDdjYq
— Sachin Gupta (@sachingupta787) January 5, 2022
આ પછી આ બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને યુઝર્સે જાવેદ હબીબને નિશાને લેવાનું શરૂ કર્યું. તેમના આવા કામની આકરી ટીકા થઈ હતી. અહીં પૂજા ગુપ્તાએ પહેલા કોતવાલીમાં જાવેદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી પરંતુ ત્યાં તેને નિષ્ફળતા મળી અને ત્યારબાદ પૂજાએ સીએમ પોર્ટલ પર ફરિયાદ કરી. સીએમ પોર્ટલ પર ફરિયાદ બાદ મુઝફ્ફરનગરના મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.
જાવેદ અલીએ એક પોસ્ટ દ્વારા આ મુદ્દે માફી માંગી છે. તેણે કહ્યું કે તેનો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. તેમના શો લાંબા હોય છે. હું ફક્ત એક જ વાત કહું છું, હું મારા હૃદયથી કહું છું, જો મેં તમને ખરેખર દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરજો. હું દિલથી માફી માંગુ છું.