સંબંધ બાંધવા માટે થતી હતી પત્નીઓની અદલાબદલી, રેકેટની આવી રીતે ખુલી પોલ
પોલીસે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં પતિઓ તેમની પત્નીની અદલાબદલી કરતા હતા. કેરળમાં આ સમગ્ર રેકેટનો ખુલાસો પોલીસે એક પછી એક અનેક ધરપકડો કર્યા બાદ કર્યો છે. રિપોર્ટ અનુસાર આ વાતનો ખુલાસો પણ ખૂબ જ આશ્ચર્યજનક રીતે થયો છે. આ ઘટનાનો પોળ ત્યારે ખુલી જયારે એક પીડિત મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી, તેને તેના પતિ અને તેના સહયોગીઓની બધી કરતૂતો પોલીસ અધિકારીઓને જણાવી દીધી.
ખરેખર, આ ઘટના કેરળના કોટ્ટયમથી સામે આવી છે. આજસુધીની આ એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર અહીંના કારુકાચલમાં સાત લોકોની પત્નીઓની અદલાબદલી માટે રવિવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે જે સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં તે આરોપી પણ સામેલ છે જેની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું છે.
રિપોર્ટ અનુસાર આ રેકેટમાં એકબીજાનો સંપર્ક કરવા માટે વોટ્સએપ પર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા અને તેમાં સેંકડો લોકોને જોડવામાં આવ્યા હતા. અને આ પછી, આ ગ્રુપમાં આગળની યોજના બનાવવામાં આવતી હતી. આમાં ઘણા લોકો સામેલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જો હેરાન કરનાર વાત એ પણ છે કે પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે કે રાજ્યના ઉચ્ચ વર્ગના ઘણા લોકો આ રેકેટનો ભાગ બનેલ છે.
આ મામલે ચાંગનચેરીના ડેપ્યુટી એસપી આર શ્રીકુમારે જણાવ્યું કે પહેલા તો તેઓ આ ગ્રુપ્સમાં જોડાતા હતા અને પછી એકબીજાને મળતા હતા. અમે ફરિયાદીના કરનાર મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે. આની પાછળ એક મોટું રેકેટ છે અને અમે આ મામલે બાકીના અન્ય આરોપીઓની પણ તપાસ કરી રહ્યા છીએ. ધરપકડ કરાયેલા લોકો કેરળના અલાપ્પુઝા, કોટ્ટાયમ અને અર્નાકુલમના રહેવાસી છે.
હાલમાં આ ધરપકડ કરાયેલા લોકોના નિવેદનના આધારે, અન્ય આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે અને લગભગ 25 થી વધુ લોકો પોલીસની દેખરેખ હેઠળ છે. આ ધરપકડો કર્યા બાદ જ પોલીસને આ એક્સચેન્જ રેકેટની જાણ થઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા છે કે કેવી રીતે આટલું મોટું રેકેટ ચાલતું હતું.