ડ્રાઈવિંગનો ભગવાન તો આ છે, ગાડી ચલાવી એ વિડીયો જોશો તો આંખો ચાર થઈ જશે
અમુક લોકો બહુ ફાસ્ટ ગાડી ચલાવીને પોતાને બહુ હેવી ડ્રાઈવર સમજતા હોય છે, પણ એક અસલી હેવી ડ્રાઈવર એ હોય છે જે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગાડીને સુરક્ષિત બહાર કાઢે. હાઇવે પર તો કોઈપણ સારી ગાડી ચલાવી શકે છે. પણ ડ્રાઇવિંગનો અસલી ટેસ્ટ તો ખતરનાક રસ્તાઓ ઉપર થતો હોય છે. ખાસ કરીને એવા રસ્તા પર જય જવાની જગ્યા જ હોય નહીં. તમારી એક નાનકડી ભૂલ તમારો જીવ લઈ શકે છે.
ભારે ડ્રાઈવિંગનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તમને ડ્રાઇવિંગનું અદભૂત ઉદાહરણ જોવા મળશે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખૂબ જ સાંકડી ટેકરી પર એક કાર ઉભી છે. ટેકરીની નીચે ઊંડી ખાડો છે. આ રસ્તો એટલો નાનો છે કે એક રસ્તે ચાલવામાં પણ ખાડામાં પડવાનું જોખમ રહેલું છે. પરંતુ તેમ છતાં એક વ્યક્તિએ પોતાની કારને ફુલ 180 ડિગ્રી ફેરવીને આ સાંકડા રસ્તા પર વળાંક લીધો હતો.
શ્વાસ રોકાઈ જાય એવા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર ખૂબ ચતુરાઇથી સાંકડા રસ્તામાં પણ ગાડી વાળી લે છે. તે બહુ ધીરજથી કામ કરે છે. ક્યારેક ગાડીને થોડી આગળ લે છે તો ક્યારેક ગાડીને થોડી પાછળ કરી રહ્યો છે. જો થોડી પણ ગફલત થઈ જાય તો તેની ગાડી સીધી ખીણમાં પડી જાય એવી પરિસ્થિતિ હતી. પણ વ્યક્તિની સમજદારી અને અને ગાડી ચલાવવાની આવડત તેને તેમાંથી બહાર કાઢે છે. તેનામાં ગાડી ચલાવવાની આવડત ખૂબ કમાલની છે.
The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU
— Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022
આટલા સાંકડા રસ્તા પર કારને વળતી જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. કોઈ પૂછે છે, ‘કારની અંદર ખરેખર કોઈ વ્યક્તિ બેઠેલી છે ને? શું આ રોબોટ નથી? બીજી તરફ બીજા સાથી એ કહ્યું કે “આ સાથી ને ડ્રાઇવિંગ નો ભગવાન કહીએ તો ખોટું નહિ કહેવાય.” એ જ રીતે કેટલાક લોકોએ કહેવાનું શરૂ કર્યું, “ભાઈ, તમે મોટા હેવી ડ્રાઈવર છો.”ટ્વીટર પર આ વિડીયો @DoctorAjayita નામના યૂજરે શેર કર્યો હતો. વિડીયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, ‘પરફેક્ટ 80 પોઈન્ટ ટર્ન’ આ વિડીયો હવે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.