દુનિયામાં વધુ એક વાયરસ NeoCov ની એન્ટ્રી, જાણો..આ વાયરસથી મનુષ્યોને કેટલો છે ખતરો
દેશ સહીત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. અને દેશ દુનિયામાંથી આ કોરોના વેરિયંટના નવા નવા પ્રકારો પણ સામે આવી રહ્યા છે જે લોકો માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે. જેના કારણે લોકોમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. આ કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં દુનિયામાં કરોડો લોકોના મોત પણ થઇ ગયા છે. ત્યારે કોરોના વાયરસ, ફંગસ, ઓમીક્રોન બાદ હવે NeoCoV વાયરસ આવતા એકબાદ એક નવા વાયરસથી આખી દુનિયા ચિતામાં આવી ગઈ છે, જે વૈજ્ઞાનિકો માટે પણ પડકાર રૂપ સાબિત થઇ રહ્યું છે. ત્યારે હવે વધુ એક નવા વાયરસે દુનિયામાં પ્રવેશ કરતા ચિતામાં વધારો થઇ રહ્યો છે.
આ વાયરસ વિશે કહેવામાં આવી રહ્યું છે કે દર 3 સંક્રમિત લોકોમાંથી એક વ્યક્તિનુ આ વાયરસના કારણે મૃત્યુ થઇ રહ્યું છે. અને આ NeoCov નામનો વાયરસ માનવીમાં ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે. જે લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ અઠવાડિયે ચીની સંશોધકોએ NeoCoV વાયરસને લોકોના જીવન માટે એક મોટો ખતરો ગણાવ્યો છે. આ NeoCov વાયરસ વિશે કહેવામાં આવી રહ્યું છે તે કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક છે.
જોકે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ NeoCoV સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આ નવો વાયરસ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે અને તેનું નામ હાલમાં NeoCov આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર હાલમાં આ વાયરસના અંશ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં મળી આવ્યા છે.
આ વાયરસ વિશે ખાસ વાત એ છે કે ચીનની વુહાન લેબના વૈજ્ઞાનિકોએ જ આ વાયરસને લઈને ચેતવણી આપી છે. જો તમને ખબર હોય તો નવેમ્બર 2019માં વુહાનમાંથી જ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારે હવે આ કોરોના વાયરસ કરતા પણ વધુ ખતરનાક વાયરસની માહિતી પણ અહીંથી સામે આવી રહી છે. ચીનના સંશોધકના મતે આ ખૂબ જ ખતરનાક છે. હાલમાં આ વાયરસ પર નજર રાખવામાં આવી રહી છે. અને તેના પર વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ આ વાયરસ વિશે તમામ નિષ્ણાતો સાથે વાત કર્યા પછી કહી શકાય કે આ વાયરસને કારણે માનવ જીવનને કોઈ ખતરો નથી.
રૂસન સમાચાર એજન્સી સ્પુતનિકના જણાવ્યા અનુસાર, આ નવો NeoCov વાયરસ કોઇ નવો વાયરસ નથી. તે MERS-CoV વાયરસ સાથે સંકળાયેલ હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. આ વાયરસ સૌ પ્રથમ મધ્ય પૂર્વના દેશોમાં જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને દક્ષિણ કોરિયામાં વર્ષ 2010, 2012 અને 2015માં જોવા મળ્યો હતો. અને આ વાયરસ SARS-CoV-2 જેવો જ સમાન છે, અને તેના કારણે જ કોરોના વાયરસ મનુષ્યમાં ફેલાય રહ્યો છે. BioRxiv વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે NeoCoV અને તેના નજીકના સંબંધી PDF-2180-CoV મનુષ્યોને પણ તેના ચપેટમાં લઇ શકે છે.
NeoCoV વાયરસ કુદરતી રીતે માનવ ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકતો નથી. આ MERS CoV સાથે નજીકથી સંબંધિત હોવાનું જણાઈ રહ્યું છે. જે માનવ શરીરના કોષોમાં પ્રવેશવા માટે DPP4 રીસેપ્ટર્સનો ઉપયોગ કરે છે. જો કે આ NeoCoV વાયરસ ચામાચીડિયાના ACE2 રીસેપ્ટર્સનો ઉપયોગ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી નવું પરિવર્તન ન થાય ત્યાં સુધી આ વાયરસ મનુષ્ય ACE2 રીસેપ્ટર્સનો ઉપયોગ કરી શકતો નથી.
જો કે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.રાહુલ પંડિતના જણાવ્યા અનુસાર, આ NeoCoV વાયરસની ઉત્પત્તિ વિશે હજુ પણ પરિસ્થિતિ સ્પષ્ટ થઇ શકી નથી. અને હાલમાં આ વાયરસથી માનવ શરીરને નુકસાન થવાના કોઈ પણ પુરાવા સામે આવ્યા નથી.