GujaratRajkotSaurashtra

રાજકોટમાં યુવકના આપઘાતમાં આવ્યો નવો વળાંક, ડ્રગ્સ વેંચવાની ના મહિલા પેડલરે આપી હતી ધમકી….

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ડ્રગ્સના જથ્થાને પકડવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં આજે એક વિચિત્ર બાબત સામે આવી છે. રાજકોટના ડ્રગ્સના લીધે એક યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવક દ્વારા ડ્રગ્સ પેડલેરથી કંટાળીને આત્મહત્યા કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજકોટ યુનિવર્સિટી રોડ પર જય રાઠોડ નામના યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ પેડલરનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા ડ્રગ્સ પેડલરનું નામ સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, સુધા ધામેલિયા નામની મહિલા ડ્રગ્સ પેડલરથી કંટાળીને રાજકોટના યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે તે વાતે ચર્ચા પકડી છે. આ અગાઉ પર સુધાની ધરપકડ કરવામાં આવી છે અને ડ્રગ્સ બાબતમાં નામ સામે આવ્યું છે હવે યુવકે તેના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અગાઉ એક પરિવાર ડ્રગ્સના કેસમાં બરબાદ થઈ ગયો હતો જેના લીધે તે પરિવાર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો તેમાં સુધાનું નામ સામે આવ્યું હતું. તેની સાથે સુધા સામે પાસા સુધીના પગલા ભરવામાં આવ્યા હોવાનું સ્થાનિક મીડિયા જણાવવામાં આવી રહ્યું છે. જ્યારે શહેરમાં ડ્રગ્સ સપ્લાય પાછળ સુધા જ જવાબદાર હોવાનું પણ અનેક વખત ચર્ચામાં રહેલ છે. એવામાં હવે ફરી આ યુવક જયના કેસમાં પણ સુધા અને તેના સાગરિતોના નામ પણ સંડોવાયા છે.

સમગ્ર બાબતમાં જાણવા મળ્યું છે કે, આપઘાત કરનારા જય રાઠોડ નામના યુવક દ્વારા ડ્રગ્સ વેચવાની ના પાડવામાં આવી હતી. જેના કારણે સુધા દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી. યુવકને જાનથી મારી નાખવાની સુધાએ ધમકી આપી હતી. પોલીસ દ્વારા આ બાબતમાં મૃતકના પરિવારના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.