છોટાઉદેપુરમાં ચોરોનો આંતક: ઘરની દીવાલ તોડીને 6 લોકોથી માંડ ઉંચકાય તેવી આખેઆખી તિજોરી ઉપાડી ગયા
દેશમાં સતત ચોરીના કેસોમાં વધારો થઇ રહ્યો છે જે ચોરો પણ હવે તેમની ચોરીને સફળ કરવા માટે નવા નવા આઈડિયાઓ અપનાવતા રહે છે. જેને લઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. જે ચોરો ચોરી કરવામાં કોઈ પણ કસર છોડતા નથી અને તેમના ચોરીને અંજામ આપે છે. શહેરમાં હાલમાં કોરોના મહામારી બાદ ચોરીના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ ચોકી જશો. આ ઘટના છોટાઉદેપુર ના નસવાડીના સાતબેડિયા વિસ્તારમાં ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં ચોરે કુલ 4 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. જે ચોરે ઘરમાં પડેલ બધી કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરી લીધી છે. જો કે આ કેસમાં આશ્ચર્યજનક વાત એ છે કે ચોરે ચોરી તો કરી પરંતુ તેની સાથે આખી તિજોરી પણ ઘરમાં માંથી ઉપાડી ગયા હતા. જેના કારણે હાલમાં નસવાડી તાલુકાના ગામડામા આ તસ્કરોનો ચર્ચાનો વિષય બની રહ્યો છે.
નસવાડીના સાતબેડીયા ગામે તસ્કરોએ રાતના સમયે આંગણવાડી કાર્યકરના મકાન અને અન્ય એક મકાનમાં ચોરી કરી હતી. જો કે આમાંથી આંગણવાડી કાર્યકરના ઘરે પાકા મકાનની દિવાલની ઈંટ હટાવી અંદર કાચા ભીતડાનું રસોડું હતું જેને જોઈને આ ચોરે આ દીવાલ તોડીને અંદર ઘુસી આવ્યા હતા. અને આ દરમિયાન ઘરના સમાન સાથે આખે આખી તિજોરીને ઉપાડી ગયા હતા.
જો કે ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતા તપાસ કરવામાં આવતા તિજોરી ઘરથી 500 મિટર દૂર ખેતરમાં પડેલ જોવા મળી હતી. જે તિજારીનું તાળું તોડીને ચોરો ડબ્બામાં પડેલ બધી રકમો લઇ જઈને તિજોરી સહીત ડબ્બાનો સમાન ત્યાંને ત્યાં જ ફેંફી દીધો હતો. અને ચોર ભાગી ગયા હતા. આ ઉપરાંત અન્ય એક મકાન માંથી ચોરોએ તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં લઈને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં આંગણવાડી મહિલા કાર્યકરના ઘરેથી ચોરોએ 1.70 લાખ રોકડ અને સાથે સોના ચાંદીના દાગીના મળી કુલ 4 લાખની ચોરી થઈ હોવાનું મકાન માલિકે જણાવ્યું છે. જયારે અન્ય એક મકાન માલિકે 1 લાખ રૂપિયાની ચોરી થઇ હોવાનું જણાવ્યું છે. નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.