×
Advertisement
Bollywood

જંગલની વચ્ચે અભિનેતા અભય દેઓલે બનાવ્યું કાચનું ઘર, ઘરમાં છે ઓપન કિચન

અભય દેઓલએ ગોવામાં એક પ્રોપર્ટી ખરીદી છે અને તેના વિષે તેમણે પોતાના ચાહકોને જણાવ્યું છે. અભય દેઓલે ગોવામાં જંગલમાં વચ્ચે વચ એક કાચનું ઘર બનાવ્યું છે જેને ગ્લાસ હાઉસ પણ કહેવાય છે. તેના વિષે કહેતા તેમણે યુટ્યુબ પર એક ‘વહેયર ધ હાર્ટ ઈઝ’ના એક એપિસોડમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે યુટ્યુબ સીરિઝ ‘વ્હેર ધ હાર્ટ ઈઝ’માં ઘણી મોટી હસ્તીઓ તેમના ઘરની મુલાકાત લે છે. ચાહકો તેમના ઘરની ખાસિયત જણાવે છે. આવી સ્થિતિમાં, હવે અભય દેઓલ ચાહકોને જંગલની વચ્ચે બનેલા તેના નવા ઇકો-ફ્રેન્ડલી ઘરની મુલાકાત લેવા પણ લઇ ગયો છે. આ દરમિયાન, તેણે કહ્યું કે, તેણે તેના આર્કિટેક્ટને કહ્યું હતું કે, તે ઘરમાં બારીઓનો ઉપયોગ કરવા માંગતો નથી, તેને ઘરમાં માત્ર સ્લાઇડિંગ કાચના દરવાજા જોઈએ છે. જેથી તેઓને લાગે કે તેઓ પ્રકૃતિથી ઘેરાયેલા છે.

અભિનેતાનું ઘર બનાવી રહેલ આર્કિટેક્ટ મુનીંદર ચૌધરી જણાવે છે કે, અભય પર્યાવરણ પ્રત્યે ખૂબ સજાગ છે એટલે મે તેમની પસંદગી પ્રમાણે તેમના ઘરની ડિઝાઇન બનાવી છે. હું પ્રયત્ન કરી રહ્યો છું કે ઘરને ઇકો ફ્રેન્ડલી હોય. આ ઘરમાં 22 લોકોની બેસવાની વ્યવસ્થા વાળું એક થિયેટર પણ હશે. ચાર બેડરૂમ વાળા આ ઘરમાં ઓપન કિચન પણ છે.

વીડિયો અનુસાર, અભિનેતા અભય દેઓલના આ ઘરમાં એક વિશાળ લિવિંગ રૂમ છે, જે તેણે કહ્યું હતું કે તે જોવા માટે થોડો ઘણો મોટો હોઈ શકે છે. અહીં બેસીને તમે તેની સામેના બગીચા અને તેની પાછળના જંગલનો નજારો જોઈ શકો છો. અભયે કહ્યું કે અહીં તે મહેમાનોને હોસ્ટ કરે છે. આ સિવાય તેમના ઘરમાં સ્વિમિંગ પૂલ પણ છે અને તેને શાનદાર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

સાથે તેમણે ઘરમાં બનેલ અનોખા ફર્નિચર વિષે પણ જણાવ્યું હતું. જેમાં તેણે ગ્રેનાઇટ અને લાકડાની ફર્શ વિષે વાત કરી હતી. આ સિવાય અભયએ ચાહકોને પોતાના ઘરનું રસોડુ પણ બતાવ્યું હતું અને કહ્યું હતું કે તે અહિયાં મિત્રો માટે ખાવાનું બનાવવાનો આનંદ લઈ શકશે. તમને જણાવી દઈએ કે અભય દેઓલએ ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં દેવ ડી અને ઓય લકી ઓય જેવી શાનદાર ફિલ્મો પણ સામેલ છે.

આ સાથે તેણે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘મનોરમા સિક્સ ફીટ અંડર’, ‘હેપ્પી ભાગ જાયેગી’ અને ‘આઈશા’ જેવી સુપરહિટ ફિલ્મો પણ કરી છે. તે છેલ્લે વેલે ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેણે ટેલિવિઝન શો ગુમરાઃ એન્ડ ઓફ ઈનોસન્સ હોસ્ટ કર્યો છે અને જેએલ 50 અને 1962: ધ વોર ઇન ધ હિલ્સ જેવા વેબ શોમાં અભિનય કર્યો છે.