×
Advertisement
Ajab GajabInternational

મહિલા મોડી રાત્રે કારમાંથી ઘરે પરત આવી, સવારે તેણે કારમાં જોયું તો હોંશ ઉડી ગયા

એક મહિલાએ પોતાની કારની ડીક્કીમાં કંઈક એવું જોયું જેનાથી તેના હોશ ઉડી ગયા. કારની ડીક્કી નો અંદરનો નજારો જોઈ તેણીએ ચીસો પાડીને ડરી ગઈ હતી અને પોલીસને બોલાવી હતી. બાદમાં જાણવા મળ્યું કે મહિલાની કારમાં છેલ્લા ત્રણ દિવસથી એક અજાણ્યો વ્યક્તિ હાજર હતો, તે પણ કપડાં વગર.

વાસ્તવમાં મહિલાએ પોતે જ તેના ટિકટોક વીડિયોમાં આ ઘટના વિશે જણાવ્યું છે. અહેવાલ મુજબ અમેરિકામાં રહેતી આ મહિલાનું નામ બેથની કોકર છે. બેથનીએ જણાવ્યું કે તાજેતરમાં મોડી રાત્રે ઘરે પરત ફર્યા બાદ તેણે કાર ગેટ પાસે પાર્ક કરી હતી. પરંતુ બીજા દિવસે જ્યારે તે સવારે જાગી તો તેને કાર ખૂબ જ ગંદી લાગી.બેથનીએ કહ્યું કે કારની અંદર સીટ પર માટી હતી. ગંદકી જોઈને એવું લાગ્યું કે જાણે કારની અંદર કોઈએ રાત વિતાવી હોય. દરમિયાન બેથનીની નજર કારની ડીક્કી પર પડતાં જ તે ચોંકી ગઈ.

વાસ્તવમાં તેણે ડીક્કી ખોલતાની સાથે જ એક વ્યક્તિ કપડા વગરની હાલતમાં સૂતો જોવા મળ્યો. તેના પગ પર કાદવ હતો. મહિલાને મામલો સમજાયો કે આ વ્યક્તિના કારણે તેની કાર ગંદી થઈ ગઈ છે. બેથનીએ તરત જ પોલીસને બોલાવી, જેણે અજાણ્યા વ્યક્તિને કારની ડીક્કીમાંથી બહાર કાઢ્યો.