ધોરાજી: સાવકાબાપે ત્રણ વર્ષની બાળકી પર કર્યો કૂર અત્યાચાર: પતિ અને નણદોયી સામે ગુપ્તભાગે ચૂંટલીઓ ભરી ઈજાઓ પહોચાડીનો આરોપ
ઘણીવાર પતિ-પત્નીના લગ્ન થઈને તૂટી જાય છે જેમના એક કે બે દીકરા હોવા છતાં પણ તેઓ આ છૂટાછેડા લઇ લેતા હોય છે અને ત્યારબાદ તેઓ ફરીથી અન્ય પુરુષ-મહિલા સાથે લગ્ન કરી લેતા હોય છે. અને તેમના આ પુત્રી દીકરાઓને તેમના નવા માતા-પિતા સાથે રહેવાનો વારો આવે છે, જેના કારણે તેમને તેમના સાચા માતા-પિતા જેવો પ્રેમ મળી શકતો નથી. જો કે આ દંપતીઓ એકબીજાને તો સ્વીકારી લે છે પરંતુ તેમના આ છોકરી-છોકરાને સ્વીકારી શકતા નથી. જેના કારણે તેઓ એકલતાનો લાભ લઈને તેમના પર અત્યાચાર કરતા રહે છે. ત્યારે આજે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે પણ ચોકી જશો.
આ 3 વર્ષની બાળકી પરનો હેવાનયતનો મામલો રાજકોટ માંથી સામે આવ્યો છે. જે રાજ્યમાં આજે વધુ એક માનવતાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં એક સાવકાબાપે 3 વર્ષની બાળકી ને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. જે ધોરાજીના પાટણવાવ ગામે 3 વર્ષની પુત્રી ઉપર સાવકા પિતા અને તેના સંબંધીએ જુલમ ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ બાળકીને ઢોર માર મારવામાં આવ્યો હતો.
આ 3 વર્ષની દીકરીને ઢોર માર મારવામાં આવતા માસૂમને ઘણી ગંભીર ઈજાઓ પહોંચી છે. જેને હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. અને ત્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. જ્યાં તેની હાલત નાજૂક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે તેને ઘરમાં રાખીને જ સારવાર કરવામાં આવી હોવાથી તેની હાલત ઘણી નાજૂક થઇ ગઈ હોવાનું જાણવવામાં આવ્યું છે. આ મામલે બાળકીની માતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના તેના પતિ અને તેના નણદોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત સાવકા પિતા ધર્મેશે તેની પત્નીને આ સમગ્ર મામલા કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. વધુમાં તેને ફરિયાદમાં જણાવ્યું છે કે આ દીકરી મારા પતિને ગમતી નહોતી જેના કારણે તે તેને અવાર નવાર મારતો રહેતો હતો. અને તેના નણદોયીએ પણ મારી દીકરીને માર માર્યો હતો અને તેની સાથે અડપલાઓ પણ કર્યા હતાં. એટલું જ નહીં આ બંનેએ બાળકીને ગુપ્તભાગે ચૂંટલી ભરી હતી. જેથી આ બાળકીને ગુપ્તભાગે ઇજાઓ પહોંચી હતી.
નોંધનીય છે કે આ દીકરીને માતાને તેના પતિએ આ વાત કોઈને જણાવશે તો તેને જાણથી મારી નાખવાની ધમકી આપતા તેને હાલમાં મહિલા પોલીસની સુરક્ષામાં રાખવામાં આવી છે. જ્યારે પોલીસે આ સાવકા પિતાની ધરપકડ કરીને તેને પાટણવાવ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.