Gujarat

ગુજરાતના જાણીતા સિંગર અલ્પા પટેલે કર્યા લગ્ન, તસ્વીરો થઈ રહી છે વાયરલ

ગુજરાતના જાણીતા સિંગર અલ્પા પટેલને લઈને જાણકારી સામે આવી છે. તે લગ્નની ગ્રંથીથી જોડાઈ ગયા છે. ગુજરાતી સિંગર અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલના લગ્નનું આયોજન અમરેલી ના બગસરાના નાના મુંજીયાસર માં કરવામાં આવ્યું હતું.તેની સાથે જાણકારી સામે આવી છે કે, મહેંદી લઈને રિસેપ્શન સુધી તેમ સતત ત્રણ દિવસ લગ્નનો પ્રસંગ ચાલ્યો હતો. તેમાં ગુજરાતની અનેક હસ્તીઓની હાજરી રહી હતી.

તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.અલ્પા પટેલની વાત કરીએ તો તે સામાન્ય દુલ્હનની જોવા મળી હતી જયારે વરરાજ ઉદય ગજેરા સાથે તસ્વીરો પણ તેને ક્લિક કરાવી હતી. આ સિવાય તે ગામમાં શેરી ગરબા પણ રમ્યા હતા. દુલ્હન ડ્રેસમાં અલ્પા પટેલનો અંદાજ જોવાલાયક હતો.

જ્યારે લગ્ન પહેલા કરવામાં આવેલ પીઠીની વિધિની તસ્વીરો પણ તેમના મિત્ર દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવામાં આવી હતી. અલ્પા પટેલની વાત કરવામાં આવે તો તેમના હાથમાં લગાવવામાં આવેલ મહેંદીમાં રાજા રાણીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. અલ્પા પટેલ ના લગ્નમાં અનેક ડાયરાના કલાકારોએ હાજરી આપી થઈ. આ સિવાય અલ્પા પટેલે લગ્ન પહેલા મંગેતર ઉદય ગજેરા સાથે પણ અલગ-અલગ લોકેશન પર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કર્યા હતા.