Gujarat

મહિલા મામલતદારને 15 હજારની લાંચ લેવી પડી ભારે, કોર્ટ નોકરી માંથી બાકાત કરી 4 વર્ષની જેલની સજા સાથે કર્યો 10 હજારનો દંડ

રાજ્યમાં સરકારી બાબુઓ દ્વારા લાંચ લેવાના કેસો સામે આવતા રહે છે, જે કર્મચારીઓની ભ્રસ્ટાચારીઓને કારણે અને લોકો આ સરકારી કેસમાં ન ફસાવવાને કારણે અને સરકારી ઓફિસોમાં તેમનું કામ કઢાવવાને લઈને તેઓ આ લાંચ આપતા હોય છે અને સરકારી બાબુઓ પણ આ માટે મોટી રકમ માંગતા રહે છે. અને જો આ રકમ ન આપવામાં આવે તો તેમને કોઈને કોઇ કેસમાં ફસાઈ જવાને કારણે તેમને કોર્ટ કચેરીના ધક્કાઓ ખાવા પડે છે જેથી આ વધી ઝણઝટથી દૂર રહેવા માટે આ લાંચ આપવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે આવો જ એક કેસ વર્ષ 2013માં સામે આવ્યો હતો. જે નડિયાદ જિલ્લાના મહેમદાવાદમાંથી સામે આવી હતી.

મહેમદાવાદમાં એક મહિલા મામલતદારને સખ્ત સજા ફટકારવામાં આવી છે, જે મહિલાને લાંચના કેસમાં સજા કરવામાં આવી છે. આ મહિલા મામલતદારે વર્ષ 2013માં 15 હજારની લાંચ લેવાના મામલે કેસ કરવામાં આવ્યો હતો. અને આ લાંચના કેસમાં નડીયાદ કોર્ટ દ્વારા મહેમદાવાદના તત્કાલીન મામલતદાર તેમજ કોમ્પ્યુટર ઓપરેટરને સજાનો હુકમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો.

આ લાંચના કેસમાં નડીયાદ કોર્ટ મામલતદાર તેમજ કોમ્પ્યુટર ઓપરેટરને કરી છે જેમાં મામલતદાર કાનન શાહને ચાર વર્ષની સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને ચાર વર્ષની સખત કેદની સજા અને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ મહિલા મામલતદારે વર્ષ 2013 માં જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા માટે 15 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેને લઈને આ લાંચની માંગણી વોઈસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ જતા આ બંને વિરૂદ્ધ લાંચનો કેસ નોંધાયો હતો. ત્યારે આ મામલે હવે નડીયાદ કોર્ટ દ્વારા આવા લાંચીઓને દાખલો બેસાડવા માટે સખ્ત સજાનો હુકમ કરવામાં આવ્યો છે.