CrimeGujarat

લવજેહાદ : અમદાવાદનો વિધર્મી યુવક રાજકોટની યુવતીને હોટલમાં લઇ ગયો અને પછી તેની સાથે કર્યું એવું કે…..

રાજ્યમાં વધુ એક લવજેહાદનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ ના વિધર્મી યુવક દ્વારા રાજકોટની યુવતીને મિત્રતા ની જાળમાં ફસાવ્યા બાદ તેને હોટલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જુહાપુરાના ઝુબીન શમીમ ખાન પઠાણ નામના વ્યક્તિ દ્વારા અગાઉ પણ અન્ય યુવતી નું જીવન નર્ક બનાવ્યું હોવાની જાણકારી પણ સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરના જુહાપુરામાં આવેલા અલસાગર એપાર્ટમેન્ટ માં રહેનાર ઝુબીન શમીમ ખાન પઠાણ નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના દ્વારા મૂળ જામનગર ની અને હાલ રાજકોટમાં રહેનાર યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

નોંધનીય છે કે, યુવતીનો ઝુબીન શમીમ ખાન પઠાણ નામના વ્યક્તિ સાથે 2018 માં પરિચય થયો હતો. અમદાવાદમાં નોકરી દરમિયાન બંને મળ્યા અને ત્યાર બાદ બંને એ મોબાઈલ નંબર ની આપ-લે કરી હતી. ફરિયાદમાં મુજબ, યુવતી ગ્રુપમાં તેના મિત્ર બનેલા ઝુબીન સાથે ફરવા માટે પણ જતી હતી, વર્ષ 2019 માં તે નોકરી છોડીને પરીક્ષાની તૈયારી માટે તે રાજકોટ આવી ગઈ હતી અને ત્યાર બાદ પણ ઝુબીન તેના સંપર્કમાં રહેલો હતો.

એવામાં નવેમ્બર 2021 માં ઝુબીન શમીમ ખાન પઠાણ રાજકોટના આવ્યો અને તેને યુવતી સાથે સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ તેને ભોળવીને શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલી એક હોટલમાં લઈ ગયો અને તેના પર ત્યાં દુષ્કર્મ આચર્યું હતું.આરોપી તેનાથી પણ રોકાયો નહોતો યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ઝુબીન દ્વારા યુવતીના ફોટો વિડીયો પણ ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ યુવતી એ તેની સાથે સંપર્ક ઓછો કરી દીધો હતો.

બીજી તરફ વિધર્મી યુવક દ્વારા યુવતીના અંગત ફોટો-વિડીયો વાયરલ કરી દેવાની અને તેના પરિવારને મોકલી દેવાની ધમકીઓ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ બાબતમાં રાજકોટ પોલીસને ફરિયાદ મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બાબતમાં જાણકારી સામે આવી છે કે, આ યુવક દ્વારા અગાઉની પાર્ટનરને તલાક આપી દેવામાં આવ્યો હતા અને ત્યાર બાદ હિન્દુ યુવતી સાથે લગ્ન કરીને આ ચોથી યુવતીના જીવનને નર્ક બનાવી દીધું હતું. જ્યારે આરોપીને પકડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.