અરવલ્લીમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત, દંપતિ સહીત બે બાળકોના કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત બાયડથી સામે આવ્યો છે.
અરવલ્લીના બાયડમાં ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક સવાર દંપતી અને બે બાળકોનાં કરૂણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. બાયડ પાસેના ગાબટ રોડ પર આ અકસ્માત સર્જાયો છે. ગેસના સિલિન્ડર ભરેલા ટ્રક દ્વારા બાઇકને ટક્કર મારવામાં આવી હતી. આ કરૂણ ઘટનાના લીધે સમગ્ર પરિવાર અને પંથંકમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. આ બાબતમાં બાયડ પોલીસ દ્વારા અકસ્માત અંગે ગુનો દાખલ વધુ કાર્યવાહી શરુ કરી છે. આ દુ:ખદ અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર ઉમટી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આજ સવારના બાયડ શહેરના ગાબટ રોડ પાસે આ દુ:ખદ ઘટના ઘટી હતી. જેમાં એક જ પરિવારનો માળો વિખરાઈ ગયો છે. આજ સવારના CNG સપ્લાય કરતી ટ્રક દ્વારા બાઈકને અડફેટમાં લેવામાં આવ્યું હતું. જેમાં બાઈક સવાર દંપતી સહિત બે બાળકો એટલે કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે. આ અંગેની જાણ થતા બાયડ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી છે.
આ અકસ્માત બાદ ત્યાં હાજર રહેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમના દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી. પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલા જ ચારેય લોકોના જીવ ચાલ્યા ગયા હતા.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે આ વર્ષે વરસાદ અંગે કરી મોટી આગાહી, ખેડૂતો માટે ખરાબ સમાચાર