GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, જાણો.. ક્યારથી મળશે લોકોને ગરમી થી રાહત

રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જયારે આ ગરમી વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે આજે આઇપીએલની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે, ત્યારે સૌને એક જ વાત મનમાં ચાલી રહી છે કે આજે આ વરસાદ આઇપીએલની ફાઇનલ મેચ બગાડે નહિ. જો કે આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

જો કે, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. જયારે ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર પણ થઈ શકે છે. જેમાં 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાતથી રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું આવી શકે છે. જેમાં કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે.

અમદાવાદમાં 28 મેની આગાહી પ્રમાણે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીની અસપાસ રહેશે. જયારે આજે વરસાદ પડવાની શક્યતા નહિવત છે, જયારે એમ પણ જણાવવામાં આવી રહ્યું છે વરસાદ પડી પણ શકે છે. નોંધનીય છે કે, 26 મેના રોજ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.