વાંકાનેરના દીધડીયામાં પરિવારે સગીર દીકરી ને ઊંઘમાં ગળુ દબાવી પતાવી દીધી, જાણો સમગ્ર મામલો….
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં માતા-પિતા અને બહેન દ્વારા મળીને સગીર બહેનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બાબતને સાંભળીને તમે ચકિત થઈ ગયા હશો પરંતુ આ બાબત તદ્દન સાચી છે.
જાણકારી મુજબ, રાજ્યના વાંકાનેરના દિઘડિયામાં માતા-પિતા અને બહેન દ્વારા સગીર બહેનની હત્યા કરવામાં આવી છે. સગીરાને એક યુવાન સાથે પ્રેમ થયેલો હતો. તેની જાણ પરિવારને થતા પરિવારના સભ્યો દ્વારા સગીરાને યુવાન સાથે વાત કરવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી. પરંતુ સગીરા દ્વારા યુવાન સાથે વાત કરવાનું ચાલું રાખવામાં આવતા પરિવાર તેના વિરોધમાં રહેલો હતો.
આ કારણોસર માતા, પિતા અને બીજી બહેન દ્વારા સગીરાને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. એવામાં 26 તારીખ દ્વારા રોજ સગીરા ભર ઉંઘમાં રહેલી હતી. તે સમયે માતા-પિતા અને બહેન દ્વારા ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી.
તેની સાથે સગીરાની હત્યા બાદ આરોપી પરિવારજનો દ્વારા હત્યાને હાર્ટ એટેકનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવતા પરિવારજનો દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર પોલીસ દ્વારા મૃતક સગીરાના માતા, પિતા અને બહેન સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.