West Bengalના ઝાડગ્રામમાં ઝાલમુરી વેચતા દીપક કુમારને છેલ્લા કેટલાક દિવસોથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવાનું સામે આવ્યું છે. બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન Narendra Modiએ તેમની દુકાન પરથી ઝાલમુરી ખરીદી ખાધા બાદ દીપક અચાનક ચર્ચામાં આવ્યા હતા.
દીપક કુમારે જણાવ્યું કે તેમને Pakistan અને Bangladeshમાંથી ધમકીભર્યા ફોન કોલ્સ મળી રહ્યા છે. કોલ કરનારાઓ તેમની દુકાન ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે. દીપકના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોએ વીડિયો કોલ કરીને હથિયારો પણ બતાવ્યા હતા. જેના કારણે તેઓ અને તેમનો પરિવાર ભારે ડર અને તણાવમાં જીવી રહ્યા છે.
ગત 20 એપ્રિલે PM મોદીએ ઝાડગ્રામમાં ચૂંટણી રેલી અને રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેઓ રસ્તામાં આવેલી દીપક કુમારની દુકાન પર રોકાયા હતા અને ત્યાંથી ઝાલમુરી ખરીદી હતી. PM મોદીએ આ મુલાકાતનો લગભગ 40 સેકન્ડનો વીડિયો અને તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યા હતા, જેના પછી દીપકની દુકાન ચર્ચાનો વિષય બની ગઈ હતી.
રેલી દરમિયાનનો એક રસપ્રદ સંવાદ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઝાલમુરી બનાવતી વખતે દુકાનદારે PM મોદીને પૂછ્યું હતું કે, “તમે ડુંગળી ખાઓ છો?” તેના જવાબમાં PM મોદીએ હળવી શૈલીમાં કહ્યું હતું, “હા, ડુંગળી ખાઉં છું, બસ દિમાગ નહીં.” આ જવાબ સાંભળીને ત્યાં હાજર લોકો અને દુકાનદાર હસી પડ્યા હતા.
હાલ ધમકીઓ મળતા મામલો ગંભીર બન્યો છે અને સ્થાનિક સ્તરે સુરક્ષા અંગે ચર્ચા તેજ થઈ છે.