GujaratIndiaSport

મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને ગુજરાત ટાઈટન્સ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી, CSK સામે રમશે ફાઇનલ

IPL 2023: IPL 2023 તેની અંતિમ મેચમાં પહોંચી ગયું છે. ક્વોલિફાયર 2 મેચમાં ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને સતત બીજી ફાઈનલમાં જગ્યા બનાવી છે. ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28 મેના રોજ ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ટકરાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની આ ટીમે સતત બીજી સિઝનમાં ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ મેચમાં બેટિંગ કરતા શુભમન ગિલે 129 રનની સદી ફટકારી હતી. અને બોલિંગમાં મોહિત શર્માએ પાંચ વિકેટ ઝડપીને મુંબઈથી મેચ છીનવી લીધી હતી.

મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ અહીં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રમતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 233 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે સાઈ કિશોરે રિટાયર આઉટ થતા પહેલા 43 રન બનાવ્યા હતા. છેલ્લે હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 28 રન ફટકારીને સ્કોર 233 રન સુધી પહોંચાડ્યો હતો.

મુંબઈ માટે તમામ બોલરોને પછાડવામાં આવ્યા હતા. આઈપીએલ પ્લેઓફનો આ સૌથી મોટો ટોટલ હતો. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ 18.2 ઓવરમાં 171 રનમાં સમેટાઈ ગઈ હતી.આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે નસીબ ચોક્કસપણે ખરાબ હતું. ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો હતો અને તે બેટિંગ કરવા પણ ઉતરી શક્યો ન હતો. રોહિત શર્મા પણ મેદાનમાં ઘાયલ થયો હતો. જોકે, તે ઓપનિંગ પર આવ્યો હતો પરંતુ ફ્લોપ સાબિત થયો હતો. નેહલ વાઢેરાએ તેની સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી પરંતુ તે પણ નિષ્ફળ રહ્યો હતો. ગુજરાતની આ જીતમાં મોહિત શર્માએ પણ મહત્વનું યોગદાન આપ્યું હતું અને 10 રન આપીને 5 વિકેટ લીધી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે