CrimeIndia

60,000 રૂપિયા માટે આ પ્રખ્યાત ભજન ગાયકની હત્યા, પત્ની અને બાળકોને પણ પતાવી દીધા

ઉત્તર પ્રદેશના શામલીમાં ભજન ગાયક અજય પાઠક, તેની પત્ની અને તેમના બે બાળકોની હત્યા કરવામાં આવી હતી. ઘરમાં જ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાયેલ અજય, તેની પત્ની સ્નેહા અને પુત્રી વસુંધરાનો મૃતદેહ મળ્યો હતો. બીજી તરફ પાણી ભાગ ટોલ પ્લાઝા નજીક પુત્ર ભાગવતની લાશ મળી હતી.પોલીસે આ કેસમાં હરિયાણાના પાણીપતથી એક આરોપીની ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ હિમાંશુ સૈની છે. તે ભાગવતની લાશ ઠેકાણે પાડતો હતો તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. હત્યામાં વપરાયેલી છરીઓ અને તલવારો પણ મળી આવી છે.

શામલી SP એ જણાવ્યું કે, 31 ડિસેમ્બરની સાંજે સમાચાર મળ્યા હતા કે અજય પાઠક, તેની પત્ની સ્નેહા અને પુત્રી વસુંધરાની ડેડ બોડી બંધ મકાનની અંદર પડી છે. અમે આ પછી પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. અજય પાઠકનો પુત્ર ન હતો એટલે અમને લાગ્યું કે તે બચી ગયો પણ ત્યારે જ અમને ખબર પડી કે અજય પાઠકની ઇકો સ્પોર્ટ પણ ગાયબ છે. ત્યારબાદ અમે કારની તપાસ શરૂ કરી. ડેડ બોડીની ફોરેન્સિક તપાસ કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી છે. આરોપી હિમાંશુએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.

અજય પાઠક પાસે 60,000 ની ત્રણ સમિતિઓ હતી. જેના પૈસા અનેક વખત કીધા બાદ પણ આપવામાં આવ્યા ન હતા. પૈસા આપવાને બદલે તે ઠપકો આપતો હતો. સરખી વાત પણ નહોતો કરતો અને આ બધાથી ગુસ્સે થઈને મેં અજય અને તેના આખા કુટુંબની હત્યા કરી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે