India

ભાઈના મૃત્યુના સમાચાર આવ્યા પછી અર્ચના સિંહ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં રહી હતી, પ્રિયંકાએ અર્ચના પર ધક્કામુક્કી નો આરોપ લગાવ્યો હતો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આ શનિવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) ને લઈને મોદી સરકાર સામે વિરોધ કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન પોલીસે તેમને રોક્યા ત્યારે પ્રિયંકા ગાંધીએ IPS અધિકારી અને CO અર્ચના સિંહ પર ગળું દબાવવાનો અને ધક્કમુક્કીનો આરોપ લગાવ્યો હતો.પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ડૉ. અર્ચના સિંહ જ્યારે પ્રિયંકા ગાંધીના કાફલાની સલામતીની કાળજી લઈ રહ્યા હતા, ત્યારે તેમને તેમના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા હતા. પરંતુ તેમણે પોતાની ફરજ છોડી ન હતી.

પ્રિયંકા ગાંધીના કાર્યક્રમ દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહેલા પોલીસ અધિકારી ડો.અર્ચનાને તેના ભાઈને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયાના સમાચાર મળ્યા. તેના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા છતાં પ્રિયંકા ગાંધીનો કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી તેણે પોતાની ફરજ છોડી નહોતી અને કોઈને કહ્યું નહીં.

જોકે, પ્રિયંકા ગાંધીની સુરક્ષા દરમિયાન ડો.અર્ચના પર ગળું દબાવવાનો આરોપ લગાવવામાં આવ્યો, પરંતુ તેમણે તરત જ સ્પષ્ટ કરી દીધું હતું કે આવું કંઈ થયું નથી અને પ્રિયંકા ગાંધી વતી આ ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ડો. અર્ચનાને પ્રિયંકા ગાંધીના આક્ષેપોથી ખૂબ દુઃખ થયું હતું.પ્રિયંકા ગાંધીના ગયા પછી, સી.ઓ. ડો.અર્ચનાએ તેમના પિતરાઇ ભાઇના નિધન અંગે એસએસપીને જાણ કરી હતી. અગાઉ અર્ચનાએ તેના ભાઈને મળવા માટે રજા માંગી હતી, પરંતુ તેણીને રજા મળી નહોતી.

તેમના ભાઈના અવસાન પછી,ડો.અર્ચનાએ લખનઉના એસએસપી કલાનિધિ નૈથાની પાસેથી તેમના ભાઈની અંતિમ વિધિમાં ભાગ લેવા બિહાર જવા માટે પરવાનગી માંગી છે. આવા પોલીસ અધિકારી ને સ્લેમ કરવાનું મન થાય કે સગા ભાઈના મોતના સમાચાર મળ્યા છતાં રાજનેતાની સુરક્ષામાંથી હટ્યા નહીં.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ