IndiaInternational

આજનો કાળો દિવસ: દિગ્ગજ ફૂટબોલર પેલે અને પીએમ મોદી ના માતા હીરાબા નું નિધન, ક્રિકેટર ઋષભ પંત મોતના મુખેથી પાછો આવ્યો

આજે શુક્રવાર છે. પરંતુ આ શુક્રવાર બ્લેક ફ્રાઈડેથી ઓછો નથી રહ્યો. સવારથી ત્રણ દુ:ખદ ઘટનાઓ સામે આવી. મધ્યરાત્રિએ, વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક પેલેના નિધનના સમાચાર આવ્યા, આ પછી, શુક્રવારે સવારે 3.30 વાગ્યે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાનું નિધન થયું. આ પછી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને હરિદ્વારમાં અકસ્માત નડ્યો હતો. આમાં તેને ગંભીર ઈજાઓ થઈ છે.

ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો છે. આમાં તેને ઘણી ઈજાઓ થઈ છે. શુક્રવારે વહેલી સવારે દિલ્હીથી રૂરકી જતી વખતે ગુરુકુલ નરસન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ તેમની કારમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઋષભ પંતના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંતને મેક્સ દેહરાદૂન રિફર કરવામાં આવ્યા છે. પંતની કારને ખરાબ રીતે નુકસાન થયું છે. ભારતીય સ્ટાર ક્રિકેટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં ગંભીર ઈજાઓ દેખાઈ રહી છે.

પીએમ મોદીના માતા હીરા બાએ આજે ​​અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. શુક્રવારે સવારે 3.30 કલાકે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હીરા બાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગાંધીનગરના સ્મશાનભૂમિ ખાતે હીરા બાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. પીએમ મોદીએ પણ મૃતદેહને કાંધ આપી હતી.

બ્રાઝિલના ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમના મૃત્યુની માહિતી આપી હતી. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું અને છેલ્લા કેટલાક દિવસોથી સાઓ પાઉલોની હોસ્પિટલમાં દાખલ હતા. મોટાભાગે ફોરવર્ડ પોઝિશનમાં રમતા પેલેને વિશ્વનો મહાન ફૂટબોલર કહેવો ખોટું નહીં હોય.

પેલે જેવો ખેલાડી આવનારી સદીઓમાં ભાગ્યે જ જન્મશે. પેલેનું મૂળ નામ એડસન એરાંટેસ ડો નાસિમેન્ટો હતું. પરંતુ શાનદાર રમતના કારણે તે બીજા ઘણા નામોથી પણ જાણીતો હતો. પેલેને ‘બ્લેક પર્લ’, ‘કિંગ ઓફ ફૂટબોલ’, ‘કિંગ પેલે’ જેવા ઘણા ઉપનામો મળ્યા. પેલે તેના યુગના સૌથી મોંઘા ફૂટબોલરોમાંના એક હતા.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે