India

ભેંસ ભડકી અને મચાવી તબાહી… વિડીયો જોઈને તમારા રુવાણા પણ થઈ જશે ઉભા, લોકો પર કર્યો હુમલો

સામાન્ય રીતે ભેંશ શાંત પ્રાણી છે. પરંતુ જ્યારે તેને ગુસ્સો આવે છે તો તે ખતરનાક બની જાય છે. આવી સ્થિતિમાં તે કોઈ પણ ની ઉપર હુમલો કરી શકે છે. જોકે આવું ખૂબ ઓછું જોવા મળે છે. સામાન્ય રીતે ગાય કે સાંજ લોકો પર હુમલા કરતા જોવા મળે છે પરંતુ આજે તમને એક ભેંસ ભડકે તો કેવી હાલત કરે તે દેખાડીએ.

સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભેંસ ભડકેલી હાલતમાં જોવા મળેલી છે. ભેસ ખૂબ જ ગુસ્સામાં હોય છે અને તે વ્યસ્ત રસ્તા પર પહોંચી જાય છે. ગુસ્સામાં ભેંસ નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી પર હુમલો કરી દે છે. સૌથી પહેલા રસ્તા પર જતી એક યુવતી પાછળ ભેંસ દોડવા લાગે છે. યુવતી તેનાથી બચવા દૂર જાય તે પહેલા જ ભેસ તેને હવામાં ઉડાડી દે છે.

ભેંસ નો ગુસ્સો શાંત થતો નથી અને તેની આગળ ઉભેલા એક બાળકને તે નિશાન બનાવે છે. નાના બાળકને પણ તે ઊંચકીને દુકાનની પાસે ફેંકી દે છે. ત્યાર પછી ત્રીજો શિકાર એક વૃદ્ધ થઈ જાય છે. ભેંસને જોઈને વૃદ્ધ નજીકના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે પરંતુ વૃદ્ધ દરવાજા સુધી પહોંચે તે પહેલા જ ભેસ તેને શિંગડા પર ઉછાળીને પટકી દે છે.

ભડકેલી ભેંસ ત્રણ લોકોને પોતાનું નિશાન બનાવે છે તે ઘટના સ્થાનિક સીસીટીવી માં કેદ થઈ છે. આ સીસીટીવી ના વિડીયો ને instagram પર શેર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આ વિડીયો વાયરલ થઈ ગયો છે. લોકો આ વિડીયો પર અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરે છે. કેટલાક લોકો આ વિડીયો પર મજાક કરે છે ત્યારે અન્ય યુઝર્સ તેમને ફટકાર લગાવે છે કે આ કોઈ હસવાની વાત નથી. આ ઘટનામાં બાળક અને વૃદ્ધને ગંભીર ઇજાઓ પણ થઈ શકી હોય.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે