CrimeGujaratInternational

કેનેડામાં આણંદની પટેલ યુવતીની લાશ મળી, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો

ગુજરાતના બોરસદના પામોલની વતની એવી હિરલ પટેલની કચાડાયેલી હાલતમાં કેનેડામાં લાશ મળી આવી છે. હિરલ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે કેનેડામાં રહેતી હતી. જાણકારી મુજબ પતિ અપટની વચ્ચે પણ કોઈ ઝઘડો થયો ન હતો.દીકરીની લાશ મળી હોવાની જાણ થતા જ પરિવારજનો ના પગ તળેથી જમીન ખાંસી ગઈ હતી.

મળતી વિગતો મુજબ હિરલના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા અને ત્યારથી તે કેનેડામાં પતિ સાથે રહેતી હતી. જો કે હિરલના લગ્નજીવન અંગે પરીઅરજનોએ આરોપ લગાવ્યા છે.પરિવારજનો કહે છે કે છેલ્લાં એક વર્ષથી સાસરિયાઓ તેને ત્રાસ આપતા હતા અને હવે હિરલની લાશ મળી છે તો તે શંકાનો વિષય છે.

હિરલ પટેલની ભાળ પહેલા તો મળી નહોતી એટલે ટોરોન્ટો પોલીસે 12 જાન્યુઆરીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, હિરલ પટેલ 11 જાન્યુઆરીએ રાત્રે 11 વાગ્યાથી ગમ થઇ છે. પોલીસે જણાવ્યું કે હિરલ છેલ્લે બ્લેક જેકેટ, ગ્રે પેન્ટ્માં જોવા મળી હતી. હાલમાં કેનેડા પોલીસે યુવતીની હત્યા થઇ કે કોઈ અકસ્માત તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.