દીપિકાએ સલમાન ખાનને પૂછ્યું, “બચ્ચા કબ કરોગે” ? સલમાને આપ્યો આવો જવાબ
દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસીએ તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ છપાકનું પ્રમોશન બિગ વીકએન્ડના એપિસોડમાં કર્યું હતું. રીઅલ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલે પણ બિગ બોસમાં ભાગ લીધો હતો. બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણ ખૂબ જ મસ્તી કરે છે. અહીં દીપિકા પાદુકોણે સલમાનને એક રમૂજી સવાલ પૂછ્યો.
લક્ષ્મી અગ્રવાલ સાથે વાત કરતા સલમાન ખાને દીપિકાને ચીડવતા કહ્યું- એક લક્ષ્મી દીપિકા પોતાના ઘરે લાવશે અને બીજી લક્ષ્મી તમે દીપિકાના ઘરે આપશો. સલમાનની મજાની પ્રતિક્રિયા આપતાં દીપિકાએ કહ્યું કે સલમાન, તું પહેલા લગ્ન કરી લે. તેના જવાબમાં સલમાને કહ્યું કે મેડમ, બાળકનું લગ્ન સાથેશું લેવાદેવા છે. સલમાન ખાને કહ્યું કે હજી મને યુવાન તો થવા દો. હજુ તો હું બાળક છું મારા ખેલવા કુદવાના દિવસો છે.
બિગ બોસ વિશે વાત કરીએ તો દીપિકા-વિક્રાંત અને લક્ષ્મી ઘરની અંદર જઈને પરિવારના સભ્યો સાથે ગેમ રમ્યા હતા. એક કાર્યમાં, સ્પર્ધકોએ એકબીજાની નકલ બનાવીને સીન રીક્રીએટ કરવાનો હતો. આ કાર્ય જીતેલી ટીમને મોટી ભેટ મળી.