CrimeIndia

દિલ્હી: યુવતી કારની નીચે ફસાયેલી જોવા મળી, આરોપીઓએ ૧૦ કિમી સુધી ઢસડી,ઘટનાના સ્પષ્ટ CCTV ફૂટેજ સામે આવ્યા છે

દિલ્હીમાં વર્ષના પહેલા દિવસે એક છોકરી સાથે શું થયું તે જાણીને તમે ચોંકી જશો. કન્ઝાવાલામાં, એક છોકરીને પહેલા કારે ટક્કર મારી અને પછી તેના વાહનની નીચે ફસાઈ ગઈ અને દિલ્હીના રસ્તાઓ પર ઘણા કિલોમીટર સુધી તેનેઢસડી. અંતે યુવતીએ દમ તોડી દેતાં કારમાં બેઠેલા પાંચેય આરોપીઓ યુવતીની લાશને રોડ પર નગ્ન અવસ્થામાં મૂકીને ભાગી ગયા હતા. હવે આ ઘટનાનો એક CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે કારમાં યુવતી ફસાઈ ગઈ છે.

યુવતીના મોતના મામલામાં જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી આરામથી કારને હંકારી રહ્યો છે. સીસીટીવીમાં આરોપીઓ એક જ રોડ પર ઘણી વખત કારને હંકારતા જોવા મળે છે. સીસીટીવીમાં યુવતી કારમાં ફસાયેલી જોવા મળી રહી છે. કાર યુવતીને ખેંચીને રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ સીસીટીવી ફૂટેજ 1 જાન્યુઆરી, રવિવારની સવારના 3.28 વાગ્યાના હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં કારની નીચે કંઈક ફસાયેલું જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે કારની નીચે યુવતી ફસાયેલી જ છે. એક જાન્યુઆરીની સવારે, એક મીઠાઈની દુકાનના માલિકને ચાલતી કાર નીચે ફસાયેલી એક યુવતી દેખાઈ. તેણે પોલીસને બોલાવી, કારની પાછળ ગયો. યુવતીને આરોપીએ કેટલાય કિમી સુધી ઢસડી હતી.

બાદમાં કન્ઝાવાલામાં યુવતી ની લોહીલુહાણ લાશ મળી આવી હતી.લાશની હાલત એટલી ખરાબ હતી અને શરીર પર કપડાં પણ નહોતા. કારમાં સવાર 5 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાર કબજે કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, સ્કૂટી પર સવાર યુવતીનો સુલતાનપુરીમાં અકસ્માત થયો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે