Bollywood

શાહરુખ-અંબાણીને પણ ટક્કર મારે એમ છે ઈશા દેઓલનું ઘર

બૉલીવુડના દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર એક સદાબહાર અભિનેતા છે. અભિનેતા ધર્મેન્દ્ર અને પત્ની હેમા માલિનીની જોડી આપણા બૉલીવુડની સૌથી સુંદર અને રોમાન્ટિક કપલ તરીકે ઓળખાય છે. હેમા ધર્મેન્દ્રની બીજી પત્ની છે. તેમણે પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે કરી હતી. ધર્મેન્દ્રના પહેલા લગ્નથી ચાર બાળકો હતા સની દેઓલ, બોબી દેઓલ, અજેતા અને વિજેતા દેઓલ. આ પછી ધર્મેન્દ્રએ ધર્મ બદલીને બીજા લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે દીકરીઓ ઈશા દેઓલ અને અહાના દેઓલ છે. એવામાં આ અભિનેતા છ બાળકોના માતા પિતા બની ગયા.

આજે આ સમાચારમાં અમે તમને ધર્મેન્દ્રની મોટી દીકરી ઈશા દેઓલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એશા દેઓલ બોલીવુડની કેટલીક પ્રખ્યાત ફિલ્મોમાં પણ જોવા મળી છે. ઈશાએ પોતાની ફિલ્મી કરિયરમાં માત્ર થોડી જ ફિલ્મોમાં કામ કર્યું છે. જો એશા દેઓલની અંગત જિંદગી વિશે વાત કરીએ તો એશાએ વર્ષ 2012માં તેના બાળપણના મિત્ર અને પ્રખ્યાત બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા.

ઈશા દેઓલ આજે બૉલીવુડથી ખુબ દૂર થઇ ગઈ છે. તે આજે પોતાના પતિ સાથે એક ખુબ ખુશહાલ જીવન જીવી રહી છે. એવામાં અમે તમને ઈશા દેઓલના ઘરના અમુક ફોટો બતાવીશું. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ સાથે જ તે અનેક ફોટો અને વિડિઓ શેર કરતી હોય છે. આ ફોટોમાં ઈશા સાથે તેમના ઘરના પણ ફોટો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે ઈશાએ પોતાના ઘરના દરેક ખૂણાને ખૂબ જ સુંદરતાથી સજાવ્યો છે. આટલું જ નહીં તેના ઘરનું ઈન્ટિરિયર પણ ખૂબ જ શાનદાર છે. એશા દેઓલે પોતાના ઘરની દિવાલોને શાનદાર પેઇન્ટિંગ્સથી સજાવી છે. તેમના ઘરમાં એક સ્વિમિંગ પૂલ પણ છે જે ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યો છે. અભિનેત્રી એશા દેઓલનું આ ઘર અંદરથી જ નહીં બહારથી પણ ખૂબ જ સુંદર છે. તમને જણાવી દઈએ કે હેમા માલિની અને ધર્મેન્દ્ર ઘણીવાર તેમની દીકરીને મળવા તેમના ઘરે આવતા હોય છે.

ઈશા દેઓલઆ પોતાના સાવકા ભાઈઓ સની અને બોબી સાથે પણ ખુબ સારા સંબંધ છે. તો સામે તે ભાઈઓ પણ તેની બહેન ઉપર પોતાનો જીવ આપવા તૈયાર થઇ જાય એવા છે. ઈશા અને સનીના સંબંધ બહુ સરસ છે. સની ઈશા માટે ખુબ પ્રોટેક્ટિવ હોય છે. આ ભાઈઓ અને બહેનો વચ્ચે ખુબ સારા સંબંધ છે.