GujaratSouth GujaratSurat

સુરતમાં મિત્રએ મસ્તી મસ્તીમાં મિત્રના ગુદામાર્ગમાં પાઇપ નાખીને ભરી હવા, બાદમાં થયું એવું કે ગયો જીવ…

કહેવાય છે કે જ્યાં મિત્રો હોય ત્યાં ધમાલ મસ્તી હોય છે, જયારે બધા મિત્રો એક સાથે મળે છે ત્યારે તો વધારે જ મસ્તીઓ થતી હોય છે. જેમાં દરેક મિત્રો તેમના પ્રમાણે મજાક મસ્તીઓ કરતા રહે છે અને જયારે ગ્રુપ મસ્તીની વાત આવે ત્યારે આ મસ્તીમાં અનેક ઘણો વધારો થઈ જાય છે જયારે ઘણી વખતે એવું પણ બને છે જયારે બધા મિત્રો સાથે હોઈએ ત્યારે બધા મિત્રો એક થઇ જાય છે અને બાકી એક મિત્રની ઘણી મજાક મસ્તીઓ કરતા રહે છે, પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એવા મિત્રોની મસ્તી વિશે જેના કારણે એક મિત્રએ તેનો જીવ ગુમાવવો પડ્યો છે. આ કેસ સુરતમાંથી સામે આવ્યો છે. જે સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ત્યારે આજે વધુ બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

સુરતમાં હવે ગુનેગારો પણ અશ્લીલ બની રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા એવી રીતે ગુનેગારો અત્યાચાર કરી રહ્યા છે. જો કે કેટલાક મિત્રોએ તેમના મિત્રો સાથે અશ્લીલ હરકત કરી છે. અને આ અશ્લીલ હરકતને કારણે તેનો જીવ પણ જતો રહ્યો છે. જો કે આજથી પંદર દિવસ પહેલા પલસાણામાં એક કારીગરે મજાક મસ્તીમાં સહકર્મીના ગુદામાર્ગે પાઇપ નાખીને હવા ભરી દીધી હતી, જેથી ગુદા માર્ગે હવા શાહબુદ્દીનના પેટમાં હવા જતા પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો.

આવી અશ્લીલ હરકતને કારણે તેના ગુદામાર્ગમાં ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેને પહેલા પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી હતી, ત્યારે ચલથાણ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર દરમિયાન દમ તોડ્યો છે.

આ મામલે પોલિસે સહકર્મી વિરુદ્ધ સહ અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવક પલસાણામાં આવેલ કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરી તેનું ગુજરાન ચલાવતો હતો.