ઘરકંકાસ : હાલોલમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીએ કુવામાં કુદકો માર્યો, પતિ બચાવો ગયો તો તેનું પણ મૃત્યુ
પંચમહાલના હાલોલથી એક દર્દનાક ઘટના સામે આવી છે. હાલોલમાં સરદાર સોસાયટીના કુવામાંથી પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં જાણકારી સામે આવી છે કે, પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા તેનું આ દુઃખદ પરિણામ આવ્યું છે. પતિ સાથે ઝઘડો થતા મહિલાએ કુવામાં મોતની છલાંગ લગાવી અને પછી તેને પાછળ તેના પતિએ પણ તેમાં ઝંપલાવી દીધું હતું. તેના લીધે બંનેના મૃત્યુ નીપજ્યા હતા. એવામાં બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, હાલોલની સરદાર સોસાયટીના કૂવામાં બે મૃતદેહો પડ્યા હોવાની જાકારી મળતા હાલોલ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમના દ્વારા કુવામાં એક પુરુષ અને મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનામાં પુરુષ હર્ષદ ગોસલા ભાઈ રાઠવા અને મહિલા તેમની પત્ની પ્રિયંકા હર્ષદ ભાઈ રાઠવાનું મૃત્યુ નીપજ્યું હતું.
જાણકારી મુજબ, મૂળ છોટાઉદેપુર જિલ્લાના બંને અહીં સરદાર સોસાયટીના એક મકાન સાચવવા મકાનની એક ઓરડીમાં છ મહિનાથી ભારે રહી રહ્યા હતા. એવામાં પતિ-પત્ની વચ્ચે સાંજના ઝઘડો થતા પત્ની દોડીને કુવા તરફ ભાગી ગઈ હતી તેને બચાવવા પતિ પણ પાછળ દોડ્યો હતો. પત્નીએ કુવામાં છલાંગ મારી દેતા તેને બચાવવા માટે પતિએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના બનતા સોસાયટીના રહિશો પણ દોડી આવ્યા હતા અને હાલોલ ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધી બંનેના મૃત્યુ થઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે, હર્ષદ રાઠવા હાલોલ જીઆઇડીસીમાં હમાલી તરીકે મજૂરી કામ કરી રહ્યો હતો અને તેની પત્ની ઘરમાં જ રહેતી હતી. બંનેને બે નાના બાળકો રહેલા છે. એક નાનો દીકરો અને એક નાની દીકરી બંને અનાથ બની ગયા છે.