Ajab GajabInternational

હવે હવામાં કરી શકશો ડેટ, પ્રેમ અને….. જાણો કેટલો ખર્ચ થશે

વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે. એવમાં બધી બાજુ પ્રેમ ભરપૂર જોવા મળી રહ્યો છે. અને એવામાં તમે જો હવામાં પ્રેમ કરવા માંગો છો તો હવે તમારું સપનું પૂરું થઈ શકે છે, તમને જણાવી દઈએ કે કૈસીનોથી લઈને મશહૂર અમેરિકાના લોસ વેગાસ શહેરમાં એક એયર લાઇન કંપની કપલને હવામાં પ્રેમ કરવા અને સંભોગ કરવાની સુવિધા આપી રહી છે. એટલું જ નહીં હવામાં તમારી પ્રાઈવસીનું પૂરું ધ્યાન રાખવામાં આવશે અને લગભગ 45 મિનિટના આ અનોખા પ્લાન માટે તમારે ફક્ત 995 ડોલર એટલે કે 74,274 રૂપિયા ચૂકવવા પડશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પ્લેન લાસ વેગાસથી ઉડે છે અને પ્લેનની અંદર કપલ જ્યાં રહે છે. તે પડદા સાથે આવરી લેવામાં આવે છે. આ સિવાય પાઈલટ આવા હેડફોન પહેરે છે જેથી તેને એરક્રાફ્ટની અંદર આવતા અવાજો સંભળાય નહીં અને આ સિવાય પાઈલટ માટે એવો નિયમ પણ બનાવવામાં આવ્યો છે કે તે હંમેશા કોકપીટમાં જ રહેશે.

આવી સ્થિતિમાં જો તમે પણ તમારા પ્રેમને અનોખી રીતે વ્યક્ત કરવા માંગો છો, તો આ હવાઈ મુસાફરી તમારા માટે વધુ સારી અને આનંદપ્રદ સાબિત થઈ શકે છે. આ અનોખો પ્લાન બનાવનાર કંપનીનું નામ લવ ક્લાઉડ છે. જે યુ.એસ.માં સ્થિત છે અને આ વિષય પર કંપનીનું કહેવું છે કે, “તે લોકોના લગ્નને હવામાં સંભોગ કરવાની તક આપીને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

હમણાં સમાજમાં છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જો તમે 1195 ડોલર આપો છો તો હવામાં તમારા લગ્ન પણ થઈ શકે છે. આ સિવાય જો તમે 100 ડોલર આપો છો તો એક ડીનર પણ આપવામાં આવે છે અને આ બધી સુવિધા માટે તમારે માત્ર 1595 ડોલર ચૂકવવા પડશે.

લવ ક્લાઉડના સ્થાપક અને વ્યવસાયે પાઇલટ એન્ડી જોન્સન કહે છે કે તેમની માઇલ હાઇ ક્લબ ફ્લાઇટમાં સભ્યપદની સુવિધા પણ છે, જે ખૂબ જ લોકપ્રિય છે. તેણે વધુમાં ઉમેર્યું કે તમે તમારા ચહેરા પર સ્મિત સાથે આવો છો અને તેનાથી પણ મોટા સ્મિત સાથે વિદાય લો છો.સાથે જ તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં તમામ પ્રાઈવસી સિવાય અન્ય સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને પ્લેનની અંદર આલ્કોહોલ પીરસવામાં આવતો નથી, જે તેની સૌથી મોટી ખાસિયત છે.