GujaratJamnagarSaurashtra

જામનગરમાં ઢોરે રસ્તા પર જતા એક વૃદ્ધને ફૂટબોલની જેમ ફંગોળ્યા, ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટે કરી લાલ આંખ

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ તમામ વિસ્તારોના રહીશો માટે અસહ્ય બની ગયો છે. જે છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરનો ત્રાસ તમામ વિસ્તારોના રહીશો માટે અસહ્ય બની ગયેલ છે. તેને કારણે અનેક અકસ્માત સર્જાતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ક્યારેક કોઈને ગંભીર ઈજા થાય છે કયારેક કોઈનું મોત નીપજે છે. જેને લઈને અનેક વાર મનપાને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ મનપાના પેટનું પાણી હલતું નથી.

ત્યારે આ રીતે રસ્તામાં રખડતા ઢોરને કારણે રસ્તા પરથી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે જામનગરમાં રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જે આજે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધને અડફેટે લીધો છે, જે બે ઢોરના આતંકની ઘટના સ્થાનિકોએ કેમરામાં કેદ કરી લીધી હતી. જે આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થવા લાગ્યો છે.

આ વૃદ્ધને બચાવવા માટે ત્યાં હાજર સ્થાનિક લોકોએ તેને છોડાવવા માટે ઘણી મથામણ કરી હતી. જો કે આ ઘટનામાં બે બળદે આ વૃદ્ધ પર હુમલો કર્યો હતો અને આ હુમલો એટલો બધો ગુસ્સામાં કરવામાં આવ્યો હતો કે આ વૃદ્ધને રોડ પર વારંવાર ફૂટબોલની જેમ પગ વડે લાતો મારી હતી. બાદમાં સ્થાનિકોએ માંડ માંડ વૃદ્ધને બચાવ્યા હતા. જેના કારણે આ વૃદ્ધને ઘણી ઇજાઓ પહોંચી હતી, જેના કારણે આ ઘટના સ્થળે તાત્કાલિક 108 બોલવવામાં આવી હતી અને તેને હોસ્ટિપટલ સારવાર માટે ઘસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ આ રસ્તાઓ પર રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટે લાલ આંખ કરી છે. આ મામલે હાઇકોર્ટએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, AMC અને ઔડાને નોટિસ આપી હતી. અને તેના જવાબમાં રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી હતી. જે શહેરોમાં રસ્તાઓ પર રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા માટે ટૂંક સમયમાં કાયદો લાવશે. અને આ માટે ડ્રાફ્ટ એક્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો હોવાની કોર્ટમાં સરકારે જવાબ આપ્યો હતો. ત્યારે હવે આ સમીક્ષા બાદ કાયદાને ઝડપથી લાવવા માટે જણાવ્યું છે.

જામનગરમાં રસ્તા ઉપર રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા હાઈકોર્ટ દ્વારા રાજ્યના ઘણા મ્યુનિ.તંત્રને આ અંગે ઠપકો પણ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ રખડતા પશુઓ મુકનારા પશુ માલિકો સામે કડક માંડ કાર્યવાહી કરવામાં આવી રહી હતી, પરંતુ તેમ છતાં આ ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે