જમ્યા પછી આ પાવડર પાણીમાં મિક્સ કરી ધીમે-ધીમે પી જાઓ, આંતરડા કાચ જેવા સાફ થઈ જશે,
નમસ્કાર દોસ્તો,આજકાલ આપણે જોઈએ તો મોટાભાગના લોકોને કબજીયાત,ગેસની સમસ્યા વધતી જાય છે એવામાં દરેકને ઉપયોગી બને એ રીતે માહિતી શેર કરીશું.કહેવાય છે કે જેનું પેટ બગડયું એનું ઠેઠ બગડયું અને જેનું પેટ સાફ એના બધા જ રોગો સાફ.આજે આપણે એવી ટ્રિક વિશે જાણીશું જેનાથી વર્ષો જૂનો આંતરડાની અંદર જેને આયુર્વેદ કાચો આમ કહે છે અને આજનો એલોપેથિ વિજ્ઞાન ટોકસિક કહે છે.
આંતરડા કાચ જેવા સાફ થઈ જશે જેના માટે આજે આપણે તેના વિશે જાણીશું.પેટના કોઈપણ રોગ જેમાં ગેસ,એસિડિટી,કબજીયાત,છાતીની બળતરા,કોઈ પણ પ્રકારના પાચન સંબંધી ડાયજેસનના કોઈ પણ રોગ એ બધા જ રોગોની આ એક દવા છે.સૌથી પહેલા વરિયાળી,જીરું,અજમો,અને સંચળ લો,ત્યારબાદ ૨-૨ અજમો અને જીરું ધીમા તાપે શેકી દો.
ત્યારબાદ તેની અંદર એક ચમચી વરિયાળી ઉમેરો,ત્યારબાદ તેની અંદર અડધી ચમચી સંચળ ઉમેરો,ત્યારબાદ આ બધાને સારી રીતે મિક્સ કરી શેકી દો.ત્યારબાદ આ બધાને મિકચરમાં દળી પાવડર બનાવી દો.ત્યારબાદ દરરોજ અડધી ચમચી જેટલો આ પાવડર એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ઉમેરો,ત્યારબાદ મિક્સ કરી જમ્યાના એક કલાક પછી આ પાણી પી જાઓ.
આ પાણી પીવાથી તમારી પાચનશક્તિ ખૂબ મજબૂત બનશે.જો તમે નિયમિત આ પાણી પીવો તો તમારા પેટની સમસ્યા દૂર થઈ જશે.આ પ્રયોગ દિવસમાં એક જ વાર કરવાનો છે.
નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલુ હોય તો તેમની યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવો.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.